બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શિક્ષક બનવા માંગતા હોય તો ગુડ ન્યૂઝ, ફરી એક વર્ષનો B.Ed કોર્સ થશે શરૂ, 10 વર્ષ બાદ મંજૂરી
Last Updated: 11:57 AM, 17 January 2025
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની એક બેઠકમાં એક વર્ષીય બીએડ ઉપરાંત અન્ય ટીચિંગ કોર્સને લઈને ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જે અંતર્ગત લગભગ એક દાયકા પછી એટલે કે દસ વર્ષ પછી બીએડના કોર્સમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેમાં હવે એક વર્ષના બીએડ કોર્સને ફરી માન્યતા મળશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની ભલામણ પછી હવે નવી શરતો સાથે ફરીથી એક વર્ષનો બીએડ કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ષ 2014 માં આ એક વર્ષના કોર્સને બંધ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025 માં હવે ફરી એકવાર તે શરૂ કરશે.
ADVERTISEMENT
આ એક વર્ષનો બીએડ કોર્સ એ વિદ્યાર્થીઓ કરી શકશે જેમણે 3/4 વર્ષની સ્નાતક (graduation) ની ડિગ્રી મેળવી હોય. NCTE ની ગયા શનિવારે મળેલી મિટિંગમાં એકવર્ષના બીએડ કોર્સ સહિત અન્ય ટીચિંગ કોર્સને લઈને પણ મોટા નિર્ણય લેવાયા છે. ગવર્નિંગ બોડીના નવા નિયમનો-2025 લાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા નિયમો 2014 ના નિયમોનું સ્થાન લેશે.
ચાર વર્ષના બીએડ કોર્સની થઈ ગઈ છે શરૂઆત
NCTE દ્વારા સંચાલિત ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ હાલ 64 શૈક્ષિણક સંસ્થાઓમાં ચાલે છે. બિહારમાં 4 શૈક્ષણિક સંસ્થાઓમાં 4 વર્ષનો બીએડનો કોર્સ થાય છે જ્યાં વિદ્યાર્થી તેમના પસંદના વિષયમાં બીએડ કરે છે. હવે ITEP યોગ, શારીરિક શિક્ષા, સંસ્કૃત, પરફોર્મિંગ આર્ટ એજ્યુકેશન જેવા સ્પેશલાઇઝ્ડ સ્ટ્રીમ પણ જોડવામાં આવશે. ITEPએક ચાર વર્ષનો ડબલ ગ્રેજ્યુએશન ડિગ્રી કાર્યક્રમ છે જે દરેક BA-BEd, BCom-BEd અનેબ BSc-BEd ડિગ્રી આપે છે.
વધુ વાંચો: ભરશિયાળે વાદળોની ગર્જના! આ 8 રાજ્યોમાં 4 દિવસ ભારે વરસાદની ચેતવણી, IMDની આગાહી
2030 સુધી 2 વર્ષિત બીએડ થઈ જશે બંધ
NCTE એ આવતા વર્ષથી 4 વર્ષના BA-BEd અને BSc-BEd અભયસક્રમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેના સ્થાને એક નવો સંપાદિત શિક્ષક શિક્ષા કાર્યક્રમ લાગુ થશે. NCTE એ વર્ષ 2024 થી 2 વર્ષના બીએડ કોર્સને માન્યતા આપવાનું બંધ કરી દીધું છે, ચાલુ બે વર્ષીય કોર્સ વર્ષ 2030 સુધીમાં સમાપ્ત થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.