બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / બાપ રે! ચણાની આડમાં સુરતથી કેનેડા મોકલાતી અફીણની ગોળીઓ, રેકેટમાં મોટા માથાઓની સંડોવણી!
Last Updated: 10:47 AM, 8 December 2025
સુરતના લાલગેટ વિસ્તારમાં નેશનલ ક્રાઈમ્સ બ્યુરો (NCB) દ્વારા એક મોટી નશાની કામગીરીમાં 40 કિલો અફીણ જપ્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન બહાર પડ્યું કે આ નશાની ગોળીઓનું ઉત્પાદન ચણાની આડમાં કરવામાં આવતું હતું અને પછી કેનેડાની કુરિયર સેવાઓ મારફતે મોકલવામાં આવતી હોવાનો તપાસમાં ખુલવા પામ્યું છે.
ADVERTISEMENT

એનઆરઆઇના બંધ મકાનનો ઉપયોગ
ADVERTISEMENT
જપ્ત કરેલા નશામાં વેક્યુમ અને એરટાઇટ પેકિંગ પણ કરવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટમાં એક એનઆરઆઇના બંધ મકાનનો ઉપયોગ થઈ રહ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ રમતા-રમતા 32 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, નિપજ્યું મોત, જાણો લક્ષણો
મોટા માથાની સંડોવણી હોવાનું અનુમાન
ADVERTISEMENT
ઝડપાયેલ આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવી, કુરિયર માટે ગોળીઓ તૈયાર કરતો અને ડિલિવરી માટે સ્થાનિક નેટવર્કને સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. NCBનો જણાવ્યા મુજબ પરવેઝ ફક્ત એક “મિડિયેટર” છે અને આ રેકેટના મોટા માથાઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. NCB હવે સમગ્ર નેટવર્કને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ વિગતો સામે આવતાં આગળની કાર્યવાહી જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.