બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્રિકેટ રમતા-રમતા 32 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, નિપજ્યું મોત, જાણો લક્ષણો

દુખદ / ક્રિકેટ રમતા-રમતા 32 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, નિપજ્યું મોત, જાણો લક્ષણો

Vishal Khamar

Last Updated: 10:39 AM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ક્રિકેટ રમતા યુવાનને એટેક આવતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

જામનગરમાં ક્રિકેટ રમતા એક યુવાનના દિલદ્રાવક મોતનો બનાવ બન્યો છે. શહેરના ગીતામંદિર નજીક આવેલા ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા 32 વર્ષીય રાહુલ ચૌહાણને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. મેદાનમાં હાજર મિત્રો દ્વારા તરત જ મદદ કરાઈ હતી. છતાં રાહુલને બચાવી શકાયો નથી.

તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો

સ્થાનીકો અનુસાર, રાહુલ પોતાના મિત્રો સાથે નિયમિત ક્રિકેટ રમતો હતો. રમતમાં જ અચાનક તેની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. પરંતુ તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પરિવારજનો અને મિત્રમંડળ પર શોકનો માહોલ

આ અચાનક દુઃખદ ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. યુવાન વયમાં હાર્ટ એટેકથી થયેલા મોતને કારણે લોકોમાં ચિંતા અને અવિશ્વાસનું માહોલ સર્જાયો છે. મૃતક રાહુલ ચૌહાણના પરિવારજનો અને મિત્રમંડળ પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે શોક અને વ્યથા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ આજે Indigoની વધુ 18 ફ્લાઇટ્સ રદ, અમદાવાદ એરપોર્ટ પર અટવાયા અનેક મુસાફરો

યુવા વયે વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાનો વિષય

જ્યારે મૃતક યુવકની પત્નિ બે વર્ષના પુત્ર સાથે અમરેલી ગયા હતા. બનાવની જાણ થતા પત્નિ તેમના પરિવાર સાથે તાત્કાલીક જામનગર હોસ્પિટલ પહોંચી ગયા હતા. પતિના મૃતદેહને જોઈ પત્ની આઘાતમાં સરી પડ્યા હતા. યુવા વયે ફરી વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ફરી ચિંતાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar death due to heart attack Jamnagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ