ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / પહેલી જ બેઠકમાં સુવેન્દુ અધિકારીનો મોટો ફેંસલો, લીધા અન્ય પણ ચોંકાવનારા નિર્ણય

નેશનલ / પહેલી જ બેઠકમાં સુવેન્દુ અધિકારીનો મોટો ફેંસલો, લીધા અન્ય પણ ચોંકાવનારા નિર્ણય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:31 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

West Bengal: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં સરહદ પર જમીન 45 દિવસમાં બીએસએફને સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે બીએસએફને જરૂર હોય તેટલી જમીન આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સુવેન્દુ અધિકારી સંપૂર્ણ એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની પહેલી બેઠક સોમવારે પૂર્ણ થઈ. અધિકારીએ જણાવ્યું કે તેમનું મંત્રીમંડળ ડબલ-એન્જિન સરકારના માળખા અનુસાર કાર્ય કરશે, જે અન્ય 20 એનડીએ શાસિત રાજ્યોમાં થતી સરકારની જેમ જ છે. પહેલી કેબિનેટ બેઠકમાં જ મુખ્યમંત્રી સુવેન્દુએ અનેક મોટા નિર્ણયો લીધા. આ નિર્ણયોમાંથી એક એ હતો કે સરહદ પરની જમીન 45 દિવસમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને સોપવામાં આવશે.

સોમવારે પશ્ચિમ બંગાળની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, અગ્નિમિત્ર પોલ, ખુદીરામ ટુડુ, અશોક કીર્તનિયા અને નિશિત પ્રમાણિક હાજર રહ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી શુભેન્દુએ જનતાને સંબોધિત કરતા કહ્યું, "અમારા પર વિશ્વાસ રાખો - અમે સાચા માર્ગે ચાલીશું." તેમણે બંગાળના મતદારોને સલામ કરી અને મતદાન સ્ટાફ, રાજ્ય પોલીસ, કોલકાતા પોલીસ અને તમામ રાજકીય પક્ષોનો આભાર માન્યો.

VTV DIGITAL

આ પણ વાંચોઃ જાણો ક્યારે આવશે PM કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ?9.32 કરોડ ખેડૂતોને થશે લાભ

મંત્રીમંડળની બેઠકના મુખ્ય નિર્ણયો

આગામી 45 દિવસમાં સરહદ પર BSFને જમીન સોંપવામાં આવશે.

રાજ્યને આયુષ્માન ભારત સાથે જોડવામાં આવશે.

રાજ્યને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 સાથે જોડવામાં આવશે.

બંગાળને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડવામાં આવશે.

બંગાળને વિશ્વકર્મા યોજના સાથે જોડવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suvendu Adhikari BSF West Bengal Government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ