બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:35 AM, 14 March 2026
Weather Forecast : દેશના ઘણા વિસ્તારોમાં માર્ચ મહિનો શરૂ થતા જ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો છે. શિયાળાની ઠંડી પછી આવતી વસંતનો સમય ઓછો લાગ્યો અને ઉનાળાની ગરમી ઝડપથી વધી ગઈ છે. પરંતુ હવે હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD મુજબ આગામી થોડા દિવસોમાં દેશના અનેક ભાગોમાં વરસાદ, વાવાઝોડું, કરા અને તેજ પવન જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં હવામાન સક્રિય
હવામાન વિભાગ મુજબ 14 માર્ચથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. તેના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 15 થી 19 માર્ચ દરમિયાન આ વિસ્તારોમાં હવામાન ખાસ કરીને સક્રિય રહેવાની ધારણા છે. કેટલાક સ્થળોએ કરા પડવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. 15 માર્ચની સવારે હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. આ વરસાદ ભારે નહીં હોય, પરંતુ તે ગરમીમાંથી થોડો રાહત આપી શકે છે. આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરી તાપમાન વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા અને વાવાઝોડું
15 અને 16 માર્ચ દરમિયાન ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તે જ સમયે ઉત્તરાખંડમાં વાવાઝોડા, વીજળી અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
પૂર્વ ભારતના રાજ્યોમાં પણ વરસાદ
આગામી દિવસોમાં બિહાર અને ઝારખંડમાં પણ હવામાન બદલાશે. 15 થી 18 માર્ચ વચ્ચે અહીં હળવો થી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ ચાલુ રહેશે, પરંતુ વરસાદ પછી તાપમાન થોડું ઘટી શકે છે.
ADVERTISEMENT

ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ
ADVERTISEMENT
પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં 13 થી 19 માર્ચ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. તે ઉપરાંત આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ બદલાવ
મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. મધ્ય પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હાલમાં દેશનું સૌથી વધુ મહત્તમ તાપમાન મહારાષ્ટ્રના અમરાવતી વિસ્તારમાં 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે દર્શાવે છે કે કેટલીક જગ્યાએ ગરમી હજુ પણ તીવ્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.