ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'નરેન્દ્ર મોદી - હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો...' ટેરિફ પર કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર

નેશનલ / 'નરેન્દ્ર મોદી - હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો...' ટેરિફ પર કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર

Last Updated: 09:52 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રશિયન તેલની ખરીદીને કારણે લાદવામાં આવેલા આ ટેરિફ પર કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

ADVERTISEMENT

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને એક નવી વિવાદાસ્પદ ઘટના બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાનો 50% ટેરિફ લગાવવાનો ઓર્ડર સાઇન કર્યો છે, જેને લઈને ભારતમાં રાજકીય ગરમાગરમી ચર્ચા શરૂ થઈ છે. ટેરિફ પર કોંગ્રેસે PM મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ટ્રમ્પ સતત ભારત વિરુદ્ધ પગલાં લઈ રહ્યા છે, પરંતુ મોદી ચૂપ છે.

ભારત દ્વારા રશિયા પાસેથી મોટાપાયે ક્રૂડ ઓઈલની ખરીદીના પગલે ટ્રમ્પ સરકારે આ પગલું ભર્યું છે. તેમણે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ આપવાના હેતુથી ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી, જે સાથે હવે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની સામે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી લીધા છે. કોંગ્રેસના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે, મોદીજીના મિત્ર ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે અને પીએમ મોદીની તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવવી શરમજનક છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર ટ્રમ્પના ભારત વિરોધી નિર્ણય સામે મૌન સેવી રહી છે.

આદિત્ય ઠાકરેના પ્રહાર

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. આદિત્ય ઠાકરેએ સવાલ કર્યો કે, ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારિક કરાર છે કે કેમ ? જ્યારે ટ્રમ્પ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ પગલાં લઈ રહ્યા છે ત્યારે વડા પ્રધાન અને મંત્રીઓ કેમ મૌન છે?

વધુ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફે મુશ્કેલી વધારી, ભારતમાં આ સેક્ટર્સને લાગશે મોટો ફટકો

શશિ થરૂરે પણ ચિંતા વ્યક્ત કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ ટેરિફ વધારાની સાથે ભારતની નિકાસ અર્થવ્યવસ્થાને પડકારો પડશે એવી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, જો ભારતના ઉત્પાદનો પર 50% ટેરિફ લાગશે તો ભારતીય ઉત્પાદકો માટે અમેરિકામાં સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે. વિયેતનામ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ જેવા દેશો પરથી સસ્તા માલને તાકાત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff PMModi DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ