ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફે મુશ્કેલી વધારી, ભારતમાં આ સેક્ટર્સને લાગશે મોટો ફટકો

બિઝનેસ / ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફે મુશ્કેલી વધારી, ભારતમાં આ સેક્ટર્સને લાગશે મોટો ફટકો

Last Updated: 09:40 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Trump Tariffs India : ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ભારત પર મહેરબાન!.. અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત પર ટેરિફ 25%થી વધારીને 50% કરી દીધો છે, જેથી ભારતના ઘણા વ્યવસાયો અસરગ્રસ્ત થઈ શકે છે તો ચાલો આના વિશે જાણીએ..

ADVERTISEMENT

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એક પછી એક ઝટકો આપી રહ્યો છે. પહેલા તેને 25% ટેરિફ લગાવ્યો હતો અને સાથે જ રશિયા પાસેથી તેલ અને હથિયારની ખરીદી પર એકસ્ટ્રા ટેરિફની ધમકી પણ આપી હતી, તો બુધવારે તેને ફરીથી ટેરિફ બોમ્બ ફોડતા આને ડબલ કરી નાખ્યો. એટલે હવે ભારત પર અમેરિકાએ 50% ટેરિફ લગાવી દીધો. આનાથી ઘણા બિઝનેસ સેક્ટર્સ અસરગ્રસ્ત થશે તો ચાલો આના વિશે જાણીએ..

Donald-Trump-Tariff

કપડાં અને પગરખાંના ધંધા પર મોટી અસર

Trump 50% Tariff ની  અસર દેશના કપડાં અને પગરખાંના વ્યવસાય પર જોવા મળશે,  કારણ કે ટેક્સટાઇલનું મોટું પ્રમાણ એક્સપોર્ટ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડાં અને ફૂટવેરનો ઇમ્પોર્ટક દેશ છે. એવામાં 50% ટેરિફ લાગુ થવાથી અમેરિકન બજારમાં આ પ્રોડક્ટ્સ વધુ મોંઘી થશે અને આનાથી ઓછી ડિમાન્ડને કારણે ભારતમાં શિપમેન્ટથી લઈને વ્યવસાયમાં મોટી અસર પડી શકે છે.

ડાયમંડ-જ્વેલરી સેક્ટર્સ પર ભારે અસર

ભારત વિશ્વના સૌથી મોટા ડાયમંડ એકપોર્ટર્સમાંથી એક છે અને કુલ Diamond Export નો મોટો ભાગ અમેરિકામાં જાય છે. ટેરિફ ડબલ થવાથી જ્વેલરી અને ડાયમંડના ભાવ પણ વધશે જેથી આની ડિમાન્ડ પ્રભાવિત થઈ શકે છે.

app promo2

ઑટોમોબાઇલ અને ઓટો પાર્ટસ પર અસર

ભારતમાંથી અમેરિકાઅને ખૂબ જ મોટા પ્રમાણમાં ઓટો પાર્ટસ એક્સપોર્ટ કરવામાં આવે છે અને પહેલાથી જ સ્ટીલ અને એલ્યુમિનિયમના પર 25% ટેરિફ છે, હવે ટ્રમ્પે લગાવેલા 50% ટેરિફથી ભારતીય ડિમાન્ડ ખૂબ ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.

વધુ વાંચો: અમેરિકા ભારત પાસે 50% ટેરિફ વસૂલશે, ડોનાલ્ડ ટ્ર્મ્પે ઠોક્યો વધુ 25% ટકા ટેક્સ

આ સેક્ટર્સ માટે પણ ચિંતાનો વિષય

ટ્રમ્પના આ નિર્ણયની અસર ટેક્સટાઇલ અને ડાયમંડ એન્ડ જ્વેલરી સેક્ટર્સ સિવાય અન્ય સેક્ટર્સમાં પણ જોવા મળશે. આમાં ઈલેક્ટ્રોનિક્સનો 7.5 અરબ ડોલરનો વ્યવસાય પ્રભાવિત થશે અને આ સિવાય ફાર્મા મશીન ઇન્ડસ્ટ્રીમાં પણ આની મોટી અસર જોવા મળશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Tariff Business Trump Tariffs India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ