બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:21 PM, 27 November 2025
રાજસ્થાનના નાગૌર જિલ્લાના એક ખેડૂત ખેતરમાં 500-500ની નોટો વાવી દીધી આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જે જોઈને કોઈને પણ નવાઈ લાગે તેવું છે. હકીકતમાં વિરોધ તરીકે એક ખેડૂત તેના ખેતરમાં 500-500ની નોટો વાવી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં રેતીની નાની નાની ઢગલીઓમાં 500-500ની નોટો ખૂંપાડેલી જોઈ શકાય છે.
ADVERTISEMENT
किसान ने उगाए 500- 500 के नोट
— NDTV Rajasthan (@NDTV_Rajasthan) November 27, 2025
नागौर के देवरिया जाटान गांव में किसान मल्ला राम बावरी ने फसल खराब होने और बीमा क्लेम न मिलने से नाराज़ होकर अपने खेत में 500-500 रुपये के नोट बो दिए. इस अनोखे विरोध का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है#Rajasthan pic.twitter.com/TW3zAkDi1b
ખેડૂતે ખેતરમાં વાવી દીધી 500-500ની નોટો
ADVERTISEMENT
નાગોરના મલ્લારામ બાવરી નામના ખેડૂતે પાક.વીમાના પૈસા ન મળતાં ખેતરમાં 500-500 રૂપિયાની નોટો વાવી દીધી હતી.
શું બોલ્યાં ખેડૂત
ADVERTISEMENT
મલ્લારામ બાવરીએ કહ્યું કે પાક વીમાના પૈસા લેવા તેઓ સતત બેન્ક, વીમા કંપની અને કૃષિ વિભાગના ચક્કર કાપતા રહ્યા. પણ તેમને કંઈ મળ્યું નહીં. ફરિયાદો પર કાર્યવાહી ન થતા અને વળતર ન મળતા તેમણે ખેતરમાં નોટ વાવીને વિરોધ નોંધાવ્યો હતો.
4 હજારની 500-500ની નોટ ખેતરમાં વાવી
ADVERTISEMENT
આ ખેડૂતે પોતાની ઉપજથી મળેલા 4 હજાર રૂપિયાની 500-500ની નોટ ખેતરમાં વાવી દીધી અને સિંચાઈ પણ કરી દીધી, જેથી અધિકારીઓને એ સમજાવી શકે કે વારંવાર કહેવા છતાં જો રાહત નથી મળતી, તો ખેડૂતો કેટલા લાચાર થઈ જાય છે.
એક લાખની લોન લીધી
ADVERTISEMENT
ખેડૂત મલ્લારામે જણાવ્યું કે તેમણે કપાસની ખેતી માટે બેન્કમાંથી એક લાખની લોન લીધી હતી. આ સીઝનમાં નાગોરમાં થયેલા સતત વરસાદથી પાક બરબાદ થઈ ગયો. ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ત્યાં સુધી કે કપાસનો પાક લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી પાક બળી ગયો. ખેડૂતનું કહેવું છે કે આખું ખેતર તળાવ બની ગયું. આવી સ્થિતિમાં આખી સિઝન મહેનત કરી અને મહેનતના ફળ સ્વરૂપે ખાલી 4 હજાર રૂપિયાની નીપજ આવી.
આ પણ વાંચો: VIDEO : જાડેજાએ ફેંક્યો રહસ્યમયી બોલ, એડન મારક્રમને ખબર જ ન પડી કે આઉટ થયો, ડિફેન્સ ચીરીને કર્યો બોલ્ડ "
ADVERTISEMENT
વીડિયો વાયરલ
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ ખેતરમાં નાની નાની ઢગલીઓ અને તેમાં 500-500ની નોટો ફસાવેલી જોઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.