બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:45 PM, 31 July 2025
ભારત એક કૃષિપ્રધાન દેશ છે .ભારતના અર્થતંત્રમાં સૌથી મોટું યોગદાન હોય તો તે ખેડૂતોનું છે. સરકારીની જવાબદારી છે કે જગતના તાતને જરૂરી સહાય પૂરી પાડવાનું. આ સાથે ખેડૂતોને ધ્યાનમાં લઈને મોદી કેબિનેટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટ દ્વારા રેલ્વે અને ખેડૂતોની લઈને 6 મોટા નિર્ણયઓ લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે એનડીસી-નેશનલ કોઓપેરેટિવ કોર્પોરેશનનું ફંડ વધારવામાં આવ્યું છે. કેબિનેટ દ્વારા 20000 કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 2025-26 થી 2028-29 સુધી 20000 કરોડના ખર્ચે બનાવેલી કેન્દ્રીય ક્ષેત્ર યોજના "રાષ્ટ્રીય વિકાસ નિગમ અનુદાન સહાયતા " ને મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
➡️ #Cabinet approves total outlay of Rs.6520 crore including additional outlay of Rs.1920 crore for ongoing Central Sector Scheme “Pradhan Mantri Kisan Sampada Yojana” (#PMKSY) during 15th Finance Commission Cycle (2021-22 to 2025-26)
— PIB India (@PIB_India) July 31, 2025
➡️ Approval includes:
(i) Rs.1000 crore…
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ સંપદા યોજનામાં 6520 કરોડ રૂપિયાનું નાણાકીય આઉટલેટ વધારવામાં આવ્યું છે. પ્રયોગશાળા અને માળખાગત સુવિધાઓ માટે 1000 કરોડ રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત, ફૂડ ટેસ્ટિંગ લેબ અને ઇરેડિયેશન યુનિટ સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ બમણું થયું છે.
ADVERTISEMENT

ઇટારસીથી નાગપુર સુધીની રેલ્વે લાઇનને મંજૂરી અપાઈ.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે નિકાસ 5 અબજ ડોલરથી વધીને 11 અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે, સરકારે એક મોટા રેલ્વે પ્રોજેક્ટની જાહેરાત કરી છે. કેબિનેટે ઇટારસીથી નાગપુર સુધીની ચોથી લાઇનના નિર્માણને મંજૂરી આપી છે. ત્રીજી લાઇન પર કામ ચાલી રહ્યું છે અને આજે ચોથી લાઇનને મંજૂરી આપવામાં આવી છે.
કિસાન સંપદા યોજના હેઠળ કેટલો ખર્ચ થશે?
ADVERTISEMENT
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે કુલ 6520 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે, જેમાં 2021-22 થી 2025-26 સુધી ચાલતી આ યોજના માટે 1920 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સામેલ છે.

ADVERTISEMENT
આમાં, બજેટની જાહેરાત મુજબ, PMKSY-ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન એન્ડ વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICCVAI) ની ઘટક યોજના હેઠળ 50 મલ્ટી-પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન યુનિટ્સ અને ઘટક યોજના - ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (FSQAI) હેઠળ 100 NABL માન્યતા પ્રાપ્ત ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝ (FTL) સ્થાપવા માટે 1000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં વાંચો: રોકાણકારો સાવધાન! શેરબજારમાં આવશે મોટો કડાકો, એક્સપર્ટની ભવિષ્યવાણી
આ સાથે, PMKSY ની વિવિધ ઘટક યોજનાઓ હેઠળના પ્રોજેક્ટ્સ માટે 920 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના 13 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 574 કિમીનો વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.