બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમને PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો નથી મળ્યો ? જાણો કારણ અને ઉકેલ

તમારા કામનું / શું તમને PM કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો નથી મળ્યો ? જાણો કારણ અને ઉકેલ

Priykant Shrimali

Last Updated: 09:44 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Samman Nidhi : પીએમ કિસાનની નવી માર્ગદર્શિકા મુજબ, e-KYC ફરજિયાત છે. જો e-KYC પેન્ડિંગ હશે, તો હપ્તો જમા નહીં થાય, જાણો અહીં તમામ વિગતો એક જ ક્લિકમાં

PM Kisan Samman Nidhi : દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે PM કિસાન સન્માન નિધિ યોજના. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કોઈમ્બતુરમાંથી ખેડૂતો માટે આ યોજના અંતર્ગત 21મો હપ્તો જાહેર કર્યો. આ હપ્તા હેઠળ 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ દેશભરના આશરે નવ કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી.

PM કિસાન યોજના શું છે?

  • આ યોજના 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.
  • યોજનાના નિયમ અનુસાર દરેક પાત્ર ખેડૂત પરિવારને વર્ષમાં ₹6,000 સહાય રૂપે આપવામાં આવે છે.
  • આ રકમ ત્રણ હપ્તામાં ₹2,000–₹2,000 રૂપે DBT દ્વારા સીધી ખેડૂતોના આધાર-લિંક્ડ બેંક એકાઉન્ટમાં જમા થાય છે.

2 ઓગસ્ટે 20મો હપ્તો જાહેર કરાયા બાદ હવે 21મો હપ્તો પણ જાહેર થઈ ચૂક્યો છે. અત્યાર સુધી સરકાર ₹3.70 લાખ કરોડથી વધુ રકમ 110 મિલિયનથી વધુ ખાતાધારક ખેડૂતોને મોકલી ચૂકી છે. આ સહાય ખેડૂતોને ખેતીના ખર્ચ, ઘરગથ્થુ આવશ્યકતાઓ, શિક્ષણ, તબીબી સારવાર અને લગ્ન જેવા ખર્ચ પૂરવામાં મદદરૂપ થાય છે.

કોઈ ખેડૂતોને 21મો હપ્તો કેમ નથી મળ્યો?

ઘણા ખેડૂતોનો પ્રશ્ન છે કે, આ વખતનો હપ્તો અમારા ખાતામાં કેમ નથી આવ્યો? તો તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.

  • e-KYC અધૂરી હોવા કારણે
  • પીએમ કિસાનની નવી માર્ગદર્શિકા મુજબ, e-KYC ફરજિયાત છે. જો e-KYC પેન્ડિંગ હશે, તો હપ્તો જમા નહીં થાય.
  • આધાર નંબર અથવા બેંક વિગતોમાં ભૂલો
  • આધાર નંબર ખોટો, બેંક ખાતું આધાર સાથે લિંક્ડ ન હોવું, IFSC કોડ ખોટો, નામમાં સ્પેલિંગ તફાવત. આ તમામ કારણો હપ્તો અટકાવી શકે છે.
  • જમીન રેકોર્ડ પોર્ટલ પર અપડેટ ન હોવું
  • જમીનની માહિતી પીએમ-કિસાન પોર્ટલ પર સાચી હોવી જોઈએ. ખોટી કે અધૂરી માહિતીના કારણે હપ્તો Rejected થઈ શકે છે.

પીએમ કિસાનમાં તમારી સ્થિતિ કેવી રીતે તપાસશો?

ખેડૂત પોતાનું PM-Kisan Status બહુ સરળતાથી ચકાસી શકે છે.

  • pmkisan.gov.in વેબસાઇટ ખોલો
  • “લાભાર્થી સ્થિતિ (Beneficiary Status)” વિકલ્પ પસંદ કરો
  • તમારો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો
  • “Get Data” પર ક્લિક કરો

અહીં તમને હપ્તો જમા થયો છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી જોવા મળશે.

જો તમે નવા ખેડૂત છો અને નોંધણી ન કરી હોય તો?

નવા ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે.

  • pmkisan.gov.in પર જાઓ
  • “New Farmer Registration” પસંદ કરો
  • આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક વિગતો અને જમીન માહિતી દાખલ કરો
  • સબમિટ કરો-તમારી અરજી પ્રોસેસ થશે

આ પણ વાંચો : રેલવેમાં મુસાફરીનો પ્લાન કરવાના હોય તો ખાસ વાંચજો, આ ટ્રેનો રદ કરવામાં આવી, જુઓ યાદી

હપ્તો ન મળ્યો હોય તો શું કરવું?

જો પેમેન્ટ અટક્યું હોય તો નીચેની બાબતો ચકાસો:

  • e-KYC પૂર્ણ કરો
  • બેંક ખાતું આધાર સાથે લિંક્ડ છે તેની ખાતરી કરો
  • જમીન રેકોર્ડ સાચા છે કે નહીં ચકાસો
  • pmkisan.gov.in પર જઈને ભૂલો સુધારો
  • જરૂર પડે તો નજીકના CSC સેન્ટર અથવા કૃષિ કચેરીમાં પણ મદદ મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan 21st instalment PM Kisan Samman Nidhi PM Kisan Yojana
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ