બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:17 AM, 18 December 2025
Payal Gaming Dubai MMS Leak : ભારતીય ગેમિંગ જગતમાં જાણીતી કન્ટેન્ટ ક્રિએટર પાયલ ધારે જેને Payal Gaming તરીકે ઓળખવામાં આવે છે તે તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં દુબઈ ટ્રિપ સાથે જોડાયેલ એક કથિત “MMS વીડિયો” ઓનલાઈન વાયરલ થયા બાદ તેમના અંગત જીવનને લઈને અનેક અફવાઓ ફેલાઈ છે. જોકે હવે પાયલ ધારે આ કથિત વીડિયોને લઈ મોટું નિવેદન આપી દીધું છે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
વાસ્તવમાં આ વાત ત્યારે સામે આવી જ્યારે પાયલ ગેમિંગને દર્શાવતો કહેવાતો એક ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો. જોકે બાદમાં થયેલી તપાસમાં આ વીડિયો ગેરમાર્ગે દોરનારો હોવાનું સામે આવ્યું. અનેક સંકેતો મુજબ આ ક્લિપ અસલી ન હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને તે AI દ્વારા બનાવેલ અથવા ડીપફેક હોઈ શકે છે.
ADVERTISEMENT

સામે આવ્યું પાયલ ગેમિંગનું નિવેદન
ADVERTISEMENT
પાયલ ગેમિંગે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ શેર કરી. તેણીએ લખ્યું, "મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે આવી અંગત અને પીડાદાયક બાબત વિશે જાહેરમાં વાત કરવી પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઈન એવી સામગ્રી ફરતી થઈ રહી છે જેમાં મારા નામ અને છબીને ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહેલા એક વિડિઓ સાથે જોડવામાં આવી રહી છે. હું સ્પષ્ટપણે અને કોઈપણ અસ્પષ્ટતા વિના કહેવા માંગુ છું કે, તે વિડિઓમાંની છોકરી હું નથી અને તેને મારા જીવન, મારા નિર્ણયો અથવા મારી ઓળખ સાથે કોઈ લેવાદેવા નથી."
તેમણે લખ્યું કે, સૌથી વધુ દુઃખદાયક બાબત એ છે કે માત્ર ખોટી રજૂઆત જ નહીં, પણ ડિજિટલ દુનિયામાં વ્યક્તિના ગૌરવનું કેટલી ઝડપથી અને સરળતાથી ઉલ્લંઘન થઈ શકે છે તે પણ છે. આવી ક્રિયાઓના પરિણામો ફક્ત સ્ક્રીન સુધી મર્યાદિત નથી; તે લોકો, તેમના પરિવારો અને તેમના વાસ્તવિક જીવન પર ઊંડી અસર કરે છે. પાયલ ગેમિંગે આગળ લખ્યું, હું હંમેશા નકારાત્મકતા સામે મૌન રાખવામાં માનતી આવી છું, પરંતુ આ સત્ય કહેવાની માંગ કરે છે-ફક્ત મારા માટે જ નહીં, પરંતુ તે બધી મહિલાઓ માટે જે સમાન ઓનલાઈન ઉત્પીડન અને ચારિત્ર્યહત્યાનો ભોગ બનેલી છે. તે અત્યંત દુઃખદાયક અને અમાનવીય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જનતા અને મીડિયાને ખાસ અપીલ
તેણીએ અંતમાં કહ્યું, હું જનતા અને મીડિયાના સભ્યોને આદરપૂર્વક વિનંતી કરું છું કે તેઓ આ સામગ્રીને કોઈપણ સ્વરૂપમાં શેર, પુનઃઉત્પાદન અથવા અનુમાન કરવાથી દૂર રહે. કાયદા અનુસાર જવાબદારી નક્કી કરવા માટે મારા નામના દુરુપયોગ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં સમર્થન, સહાનુભૂતિ અને સમજણ સાથે સંપર્ક કરનારા દરેકનો હું ખૂબ આભારી છું. જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તમારી દયા અને વિશ્વાસે મને શક્તિ આપી છે.
ADVERTISEMENT

જાણો કોણ છે પાયલ ધારે ?
વિગતો મુજબ પાયલ ધારે હંમેશા પોતાનું અંગત જીવન ખાનગી રાખવાનું પસંદ કરે છે. તેમણે ક્યારેય જાહેરમાં કોઈ રિલેશનશિપની પુષ્ટિ કરી નથી. તેમ છતાં સોશિયલ મીડિયામાં તેમને પરવ સિંહ સાથે જોડવામાં આવે છે, જે ReGaLToS નામે ઓળખાતા લોકપ્રિય ગેમર અને કન્ટેન્ટ ક્રિએટર છે. પરવ સિંહ પણ પાયલની જેમ S8UL Esports સાથે સંકળાયેલા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ આ ડેટિંગની અફવાઓ અંગે સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો : 37 દિવસ, 5 ઓસ્કાર, 2 કલાક ને 19 મિનિટની એ ડાર્ક કોમેડી ફિલ્મ, જે બની OTT પર નં. 1
અહી એક સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે, ડીપફેક વીડિયો અને સંબંધોની અટકળો વચ્ચે પણ પાયલ ગેમિંગ પોતાની ગેમિંગ કારકિર્દી અને ચાહકોના વિશાળ સપોર્ટ સાથે આગળ વધી રહી છે. તેઓ ભારતના ઇ-સ્પોર્ટ્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નામ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પાયલ ગેમિંગ 4 માર્ચ, 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ દરમિયાન પણ ચર્ચામાં આવી હતી, જ્યાં તેમની હાજરીએ ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.