બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 37 દિવસ, 5 ઓસ્કાર, 2 કલાક ને 19 મિનિટની એ ડાર્ક કોમેડી ફિલ્મ, જે બની OTT પર નં. 1

મનોરંજન / 37 દિવસ, 5 ઓસ્કાર, 2 કલાક ને 19 મિનિટની એ ડાર્ક કોમેડી ફિલ્મ, જે બની OTT પર નં. 1

Ajitsinh Jadeja

Last Updated: 02:57 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Dark Comedy Film On OTT: ઓટીટી પર 2કલાક 19 મિનિટની એક ડાર્ક કોમેડી ફિલ્મ છવાયેલી છે. તેણે બોક્સ ઓફિસ પર 10 ગણી કમાણી કરી છે

Best Dark Comedy Film On OTT: ઓટીટી પર 2કલાક 19 મિનિટની એક ડાર્ક કોમેડી ફિલ્મ છવાયેલી છે. તેણે બોક્સ ઓફિસ પર 10 ગણી કમાણી કરી છે, 5 ઓસ્કાર જીત્યા અને હવે તે ઓટીટી પર નંબર વન છે. આ ફિલ્મ અનોરા છે, જે 2024 માં રિલીઝ થઈ હતી.

2 કલાક 19 મિનિટની આ ડાર્ક કોમેડી ફિલ્મ જેને બનાવવામાં માત્ર 37 દિવસ લાગ્યા હતા, તેણે કમાણી સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. 5 ઓસ્કાર જીત્યા અને હવે તે ઓટીટી પર પહેલા નંબર પર છે.

film-anora1

ફિલ્મ ખૂબ ઓછા સમયમાં શૂટ કરવામાં આવી હતી, તેના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો પૂર્ણ થવામાં ઘણા દિવસો લાગ્યા હતા. સિનેમેટોગ્રાફી અને કહાની કહેવાની ક્ષમતા એટલી પ્રભાવશાળી હતી કે દર્શકો દરેક દ્રશ્યમાં ડૂબી ગયા હતા. જ્યારે ફિલ્મને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી, ત્યારે તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આપણે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે "અનોરા" છે, જે 2024 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઓસ્કારમાં પાંચ મુખ્ય પુરસ્કારો જીતીને ફિલ્મ ઇડસ્ટ્રીમાં ઇતિહાસ રચ્યો હતો.

ઓસ્કારમાં "અનોરા" એ બેસ્ટ ફિલ્મ, ફેસ્ટ એક્ટ્રેસ, શ્રેષ્ઠ દિગ્દર્શક, બેસ્ટ ફિલ્મ એડિટિંગ અને બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લેટ જીતી હતી. ફિલ્મનું શૂટિંગ ફક્ત 37 દિવસમાં થયું હતું. જો કે એક લાંબો અને મહત્વપૂર્ણ દ્રશ્ય હતો જેને ફિલ્માવવામાં લગભગ 10 દિવસ લાગ્યા હતા. "અનોરા" ની કહાની બ્રુકલિનની એક છોકરીની આસપાસ ફરે છે જે એક શ્રીમંત રશિયન પરિવારના છોકરાને મળે છે. તેઓ નજીક આવે છે અને ટૂંક સમયમાં લગ્ન કરે છે. પરંતુ પછી એક મોટો ટ્વિસ્ટ આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ Bigg Boss ફેમ નીલમ ગીરીએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, અદાઓ જોઇ ચાહકો બેકાબૂ

બંનેના લગ્નની ખબર જેમ છોકરાના પરિવાર સુધી પહોંચતાની સાથે જ સંજોગો બદલાઈ જાય છે. લગ્નથી નારાજ માતાપિતા ન્યુ યોર્ક પહોંચે છે, જેના કારણે કહાનીમાં ઘણા રસપ્રદ અને ભાવનાત્મક ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા શ્રેણીમાં આવે છે અને સીન બેકર દ્વારા લખાયેલ, દિગ્દર્શિત અને સંપાદિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં માઇકી મેડિસન, માર્ક એડશ્ટીન, યુરા બોરીસોવ અને કરેન કારાગુલિયન મુખ્ય ભૂમિકાઓમાં છે. માઇકી મેડિસન 23 વર્ષીય સેક્સ વર્કર અનોરાની ભૂમિકા ભજવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anora Comedy Film OTT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ