બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય, સરહદ ઉપર 72 આતંકી લોન્ચપેડ ખસેડાયા, અમે યુદ્ધ માટે તૈયાર : BSF
Last Updated: 11:53 AM, 30 November 2025
Operation Sindoor : ભારત દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનની અંદર ભારે હડકંપ મચ્યો છે. આતંકવાદીઓને ભારત તરફ ઘૂસાડવા માટે બનાવાયેલા 72 કરતા વધુ લોન્ચપેડને પાકિસ્તાન તેની આંતરિક જમીન તરફ ધકેલી રહ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ભારત સરકાર ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરવાનો નિર્ણય લે તો BSF દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં 72 લોન્ચપેડ કાર્યરત
BSFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ વિક્રમ કુંવરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમ્યાન બીએસએફે સરહદની નજીકના અનેક લોન્ચપેડનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન આ તમામ લોન્ચપેડને સિયાલકોટ, ઝફરવાલ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં ખસેડવા મજબૂર બન્યું.
ADVERTISEMENT
હાલ સરહદની નજીક કોઈ નવા તાલીમ કેમ્પ નથી
DIG કુંવરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર પછી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની ટોળકીઓ હવે મિલીને તાલીમ લઈ રહી છે, જે પાકિસ્તાનની આંતરિક બેચેનીનું મોટું સૂચન છે.
ADVERTISEMENT
ભારત તરફ ઘૂસણખોરી થાય ત્યારે જ લોન્ચપેડ સક્રિય
અધિકારીઓ અનુસાર આ લોન્ચપેડ કાયમી નહીં હોય, જ્યારે ઘૂસણખોરી કરાવવી હોય ત્યારે જ તેમને સક્રિય કરવામાં આવે છે. આતંકવાદીઓને શિક્ષિત કરીને થોડોક સમય અહીં રાખવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં મોકલી દેવામાં આવે છે.
ADVERTISEMENT
સરકાર કહે તે જ ક્ષણે લડવા તૈયાર : BSF IG
BSF IG શશાંક આનંદે સ્પષ્ટ જણાવ્યું કે, “1965, 1971, 1999નું કારગિલ કે તાજેતરનું ઓપરેશન સિંદૂર-BSF પાસે તમામ પ્રકારના યુદ્ધોમાં સમૃદ્ધ અનુભવ છે. જરૂર પડે તો અમે ફરી જવાબ આપવા તૈયાર છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મૂ વિસ્તારમાં BSF એ 118 પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો હતો અને તેમના સર્વેલન્સ સાધનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું.
ADVERTISEMENT

હાલ સરહદ પર કોઈ ગંભીર આતંકી હિલચાલ નથી
ADVERTISEMENT
BSF અધિકારીઓએ ખાતરી આપી કે, પાકિસ્તાનને થયેલા નુકસાનમાંથી બહાર આવવામાં હજુ સમય લાગશે. સરહદ પર હાલ કોઈ મોટી આતંકી હિલચાલ નોંધાઈ નથી. BSF પરિસ્થિતિ મુજબ પોતાની વ્યૂહરચના સતત બદલતી રહે છે.
આ પણ વાંચો : ઉત્તર ભારતમાં ઠંડીની લહેર, કાશ્મીરમાં પારો-6°, IMDએ આપી વધુ ઠંડીની ચેતવણી
ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ આતંકી છાવણીનો નાશ કર્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર એ નાગરિક અને લશ્કરી તંત્ર વચ્ચેના અદભુત સંકલનનું ઉદાહરણ છે. અમારો જવાબ સંતુલિત હતો, પરંતુ પાકિસ્તાનની પ્રતિક્રિયા જ સરહદ પરની પરિસ્થિતિ સામાન્ય થવામાં અવરોધ બની. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, દેશએ મોક ડ્રિલ મારફતે સુરક્ષા વ્યવસ્થાઓને જનતાની વચ્ચે યોગ્ય રીતે વિસ્તૃત કરી, જે પ્રશાસનના ઉત્તમ કાર્યનું પ્રતિબિંબ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.