બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજે સ્વતંત્રતા દિવસના અવસર પર વીર જવાનોનું થશે સન્માન, શૌર્યચક્ર-વીરચક્ર કરાશે એનાયત

ગૌરવ / આજે સ્વતંત્રતા દિવસના અવસર પર વીર જવાનોનું થશે સન્માન, શૌર્યચક્ર-વીરચક્ર કરાશે એનાયત

Maulik Patel

Last Updated: 08:21 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન સિંદૂરમાં હિંમત અને અદમ્ય બહાદુરી દર્શાવનારા ભારતીય વાયુસેનાના કુલ 36 વાયુ યોદ્ધાઓને 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) ના રોજ શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. એક શૌર્ય ચક્ર, 9 વીર ચક્ર અને 26 વાયુસેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવશે.

નવી દિલ્હી : 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારત સરકાર દ્વારા દેશના રક્ષકોને તેમના અદમ્ય શૌર્ય અને હિંમત માટે શૌર્ય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વાયુસેનાના 36 જવાનો અને બીએસએફના 16 જવાનોને આ મહત્ત્વના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દાખવેલી શૌર્યભાવના માટે તેમને આ પુરૂષ્કારો એનાયત કરાયા છે.

MEDAL-HONOUR-1

વિગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્ર

આ અભિયાન દરમિયાન નોંધપાત્ર નેતૃત્વ અને ધીરજ દાખવનાર વિગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. શૌર્ય ચક્ર શાંતિકાળમાં મળતો ભારતનો ત્રીજો ઉચ્ચતમ શૌર્ય પુરસ્કાર છે, જે ખાસ કરીને જીવન જોખમમાં મુકીને કરેલી કારગિરી માટે આપવામાં આવે છે.

9 વાયુસેનાના યોદ્ધાઓને વીર ચક્ર

આ સાથે 9 અન્ય વાયુસેનાના જવાનોને વીર ચક્રથી નવાજવામાં આવ્યા છે. તેમાં ગ્રુપ કેપ્ટન આર.એસ. સિદ્ધ, મનીષ અરોરા, અનિમેષ પટણી, કુણાલ કાલરા; વિગ કમાન્ડર જોય ચંદ્રા; સ્ક્વોડ્રન લીડર સાર્થક કુમાર, સિદ્ધાંત સિંહ, રિઝવાન મલિક અને ફ્લાઇટ લેફ્ટનન્ટ એ.એસ. ઠાકુરનો સમાવેશ થાય છે. આ યોદ્ધાઓએ દ્રઢ મનોબળ અને અદમ્ય શૌર્યથી દુશ્મનને કડક જવાબ આપ્યો હતો.

AIR-FORCE-1

26 વાયુસેનાના જવાનોને વાયુસેના મેડલ (શૌર્ય)

આ ઉપરાંત 26 અન્ય વાયુસેનાના જવાનોને વાયુસેના મેડલ (શૌર્ય) એનાયત કરવામાં આવ્યો છે. તેમના કાર્ય અને બહાદુરીના થવા કરતાં આ મેડલ પણ બહેતર ભાવના પ્રદર્શિત કરે છે.

BSFના 16 જવાનો પણ સન્માનિત

ઓપરેશન સિંદૂરમાં બે BSF સૈનિકો શહીદ થયા હતા અને 7 ઘાયલ થયા હતા. સબ-ઇન્સ્પેક્ટર વ્યાસ દેવ અને કોન્સ્ટેબલ સુદ્દી રાભાને ફ્રન્ટ લાઇન પર તૈનાત સૈનિકોને દારૂગોળો પહોંચાડવાના જોખમી મિશન માટે સન્માનિત કરવામાં આવશે. વ્યાસ દેવે ડાબા પગમાં ગંભીર ઇજા થવા છતાં મોરચો જાળવી રાખ્યો અને તેમના સાથી સૈનિકોને પ્રેરણા આપી.

OPERATION SINDOOR

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અભિષેક શ્રીવાસ્તવની ટીમે જમ્મુની ખડકોલા પોસ્ટ (સરહદથી માત્ર 200 મીટર દૂર) પર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું, પરંતુ એક ડ્રોન બંકરમાં મોર્ટાર ફેંકી દીધો હતો. આ કાર્યવાહીમાં, એસઆઈ મોહમ્મદ ઇમ્તિયાઝ અને કોન્સ્ટેબલ દીપક ચિંગાખમ શહીદ થયા હતા, જેમને મરણોત્તર વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવશે.

ડેપ્યુટી કમાન્ડન્ટ રવિન્દ્ર રાઠોડ, ઇન્સ્પેકટર દેવી લાલ, હેડ કોન્સ્ટેબલ સાહિબ સિંહ અને કોન્સ્ટેબલ કંવર સિંહે દબાણ હેઠળ અસાધારણ હિંમત બતાવી અને એક જવાનનો જીવ બચાવ્યો. ASI ઉદય વીર સિંહે જમ્મુમાં જાબોવાલ પોસ્ટ પર દુશ્મનના ગોળીબારમાં પાકિસ્તાની સર્વેલન્સ કેમેરા અને ભારે મશીનગનના માળખાનો નાશ કર્યો.

vtv app promotion

ASI રાજપ્પા બીટી અને કોન્સ્ટેબલ મનોહર ઝાલ્કોએ કરોતાના ખુર્દ પોસ્ટ પર દારૂગોળો પૂરો પાડવાનું જોખમી કાર્ય કરતી વખતે ઘાયલ થયા હોવા છતાં મિશન પૂર્ણ કર્યું. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આલોક નેગી અને તેમની ટીમે 48 કલાક સુધી દુશ્મન પર સતત સચોટ મોર્ટાર ફાયર કરીને ઓપરેશનલ એડવાન્ટેજ જાળવી રાખ્યું.

વધુમાં વાંચો: સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ બનાવશે દેશભક્તિના 5 ગીત, તમારો જોશ અને જુસ્સો વધારશે

ઓપરેશન સિંદૂર શું છે?

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ત્રણેય સેનાઓ અને બીએસએફ દ્વારા 7 થી 10 મે દરમિયાન ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકો (મોટાભાગે પ્રવાસીઓ) માર્યા ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day Honour BSF Bravery Medal IAF Gallantry Awards
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ