બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ બનાવશે દેશભક્તિના 5 ગીત, તમારો જોશ અને જુસ્સો વધારશે

Independence Day / સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ બનાવશે દેશભક્તિના 5 ગીત, તમારો જોશ અને જુસ્સો વધારશે

Nidhi Panchal

Last Updated: 07:30 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15મી ઑગસ્ટ એ દિવસ છે જ્યારે આખો ભારત દેશપ્રેમના રંગમાં રંગાઈ જાય છે. આ દિવસે શહીદોના બલિદાનને યાદ કરીને દેશભક્તિના ગીતો હૃદયમાં ગૌરવ અને લાગણી જગાવે છે.

15મી ઑગસ્ટ દરેક ભારતીય માટે એક ગૌરવનો દિવસ છે. આ દિવસે આપણે આપણા દેશના શહીદોને યાદ કરીએ છીએ, જેમના બલિદાનના કારણે આપણે આઝાદ અને સુરક્ષિત છીએ. જેમણે દેશ માટે પોતાનો જીવ પણ હસતાં હસતાં અર્પણ કરી દીધો, એવા મહાન દેશભક્તોને યાદ કર્યા વગર સ્વતંત્રતા દિવસ અધૂરો લાગે છે. દેશભક્તિના ગીતો એ દેશપ્રેમની લાગણીને શબ્દો અને સૂર દ્વારા વ્યક્ત કરે છે અને આપણા દિલમાં જગ્યા બનાવી છે. આજે ચાલો એવા 5 અમર ગીતોની વાત કરીએ, જે દરેક ભારતીયના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે.

independece-day

મેરા રંગ દે બસંતા ચોલા

ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહનું આ ગીત "મેરા રંગ દે બસંતા ચોલા" એ બલિદાન અને બહાદુરીનું પ્રતિક છે. આ ગીત સાંભળતા જ આપણને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા મહાન ક્રાંતિકારીઓની યાદ આવે છે. ભગતસિંહ તે સમયે માત્ર 23 વર્ષના હતા, રાજગુરુ 22 વર્ષના હતા અને સુખદેવ 24 વર્ષના હતા, પરંતુ તેમણે હસતાં હસતાં દેશ માટે ફાંસી સ્વીકારી. આ ગીત તેમની દેશપ્રેમનું પ્રેમ મેહસુસ કરાવે છે.

એ મેરે વતન કે લોગોં

લતા મંગેશકરે ગાયેલું આ અમર ગીત "એ મેરે વતન કે લોગોં" સાંભળતાં જ કોઈપણ ભારતીયની આંખો ભીની થઈ જાય છે. 'કર્મો' ફિલ્મનું આ ગીત દેશ માટે જીવ ગુમાવનાર વીર સૈનિકોની યાદ અપાવે છે. ખાસ કરીને યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના બલિદાન માટે આ ગીત શ્રદ્ધાંજલિરૂપ છે.

સરફરોશી કી તમન્ના

"સરફરોશી કી તમન્ના" ગીતના શબ્દો રામ પ્રસાદ 'બિસ્મિલ' દ્વારા લખાયેલા છે અને તે દેશપ્રેમના જ્વાળામુખી જેવાં છે. ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહમાં આ ગીતને નવી ઓળખ મળી, પરંતુ તેનું જાજ્વલ્યમાન દેશભક્તિનું સંદેશ આજે પણ દરેકના હૃદયમાં સમાઈ ગયું છે.

મા તુઝે સલામ

A.R. રહેમાનના આલ્બમ વંદે માતરમનું આ ગીત "મા તુઝે સલામ" એ માત્ર એક ગીત નથી, પરંતુ દેશપ્રેમની એક લાગણી છે. તેની ધૂન અને શબ્દો આપણા દિલમાં છુપાયેલી દેશભક્તિને જાગૃત કરે છે અને દેશ સાથેનો અદભૂત જોડાણ અનુભવાવે છે.

app promo6

આ પણ વાંચો : 'બોલવામાં ધ્યાન રાખજો, નહીંતર...' પાકિસ્તાનની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ

ઐસા દેશ હૈ મેરા

ફિલ્મ વીર-ઝારાનું ગીત "ઐસા દેશ હૈ મેરા" આપણને આપણી માતૃભૂમિની સુગંધનો અહેસાસ કરાવે છે. આ ગીત માટી સાથેના અતૂટ પ્રેમ અને ગૌરવની વાત કરે છે. તેમાં દર્શાવેલી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી દરેક ભારતીયને પોતાની ધરતી પર ગર્વ અનુભવાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

freedom fighters Independence Day patriotic songs
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ