ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'વોટ ચોરી'ના વિરોધ પ્રદર્શનમાં બેભાન થઈ TMC સાંસદ, અખિલેશે તોડી બેરિકેડ, રાહુલ-પ્રિયંકા અટકાયતમાં

દિલ્હી / 'વોટ ચોરી'ના વિરોધ પ્રદર્શનમાં બેભાન થઈ TMC સાંસદ, અખિલેશે તોડી બેરિકેડ, રાહુલ-પ્રિયંકા અટકાયતમાં

Published By: Vidhata Gothi

Last Updated: 01:48 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vote Chori Protest: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300થી વધુ સાંસદો કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ વિશાળ માર્ચ કાઢી રહ્યા છે. દરમિયાન અખિલેશ યાદ બેરિકેડ ઓળંગીને બહાર નીકળી ગયા, તો રાહુલ-પ્રિયંકાની પોલીસે અટકાયત કરી લીધી છે.

ADVERTISEMENT

ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓ કથિત 'વોટ ચોરી' વિરુદ્ધ વિશાળ માર્ચ કાઢી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300થી વધુ સાંસદો આ માર્ચમાં સામેલ થઈ રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ પોલીસ બેરિકેડ ઓળંગીને બહાર નીકળી ગયા. વિપક્ષી સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય તરફ જઈ રહ્યા છે.

દિલ્હી પોલીસે આ દરમિયાન અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ દરમિયાન વિપક્ષી સાંસદોના નારા વચ્ચે અખિલેશ યાદવ બેરિકેડ પાર કરીને કૂદી પડ્યા. બેરિકેડ પાર કરીને કૂદનારા અખિલેશ યાદવને ત્યાં હાજર અન્ય નેતાઓએ બચાવી લીધા.

અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણી પંચને પર ઘણીવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો આવી ફરિયાદ આવી છે તો ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ. તેની નોંધ લેવી જોઈએ. તેમણે કહ્યું કે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં મતની લૂંટ થઈ રહી છે. અખિલેશે કહ્યું છે કે સંસદમાં અમે અમારો મુદ્દો રજૂ કરવા માંગીએ છીએ પરંતુ સરકાર સાંભળવા જ નથી માંગતી.

જ્યારે પોલીસે રાહુલ ગાંધીને આગળ વધતા અટકાવ્યા, તો તેઓ અન્ય સાંસદો સાથે રસ્તા પર જ બેસી ગયા અને આગળ વધવાની માંગ કરવા લાગ્યા. થોડી વારમાં જ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી લીધી.

પ્રદર્શન દરમિયાન બેહોશ થયા સાંસદો

પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેઓ પોલીસ બસમાં હતા. મહુઆ મોઇત્રાને બસમાં જ રાહુલ ગાંધીએ પાણી પીવડાવ્યું. પશ્ચિમ બંગાળના આરામબાગના અન્ય એક સાંસદ મિતાલી બાગ પણ વિરોધ પ્રદર્શન દરમિયાન બેહોશ થઈ ગયા. તેમને રસ્તા પર સુવડાવીને સાથેના નેતાઓએ તેમના પર પાણી છાંટ્યું. આ પછી રાહુલ ગાંધી તેમને પકડીને લઈ ગયા.

પ્રિયંકા ગાંધીની અટકાયત થાય એ પહેલા તેમણે કહ્યું કે આ સરકાર કાયર છે. તેઓ ડરી ગયા છે. આ દરમિયાન, ઘણા વિપક્ષી સાંસદોને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે. અટકાયતમાં લેવામાં આવેલા નેતાઓમાં સંજય રાઉત અને સાગરિકા ઘોષ પણ સામેલ છે.

Vtv App Promotion 1

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર અને ચૂંટણી પંચની સાંઠગાંઠને આખા દેશે નકારી કાઢી છે. શું જેલના સળિયા રાહુલ ગાંધીને રોકી શકશે? શું જેલના સળિયા વિપક્ષ અને આખા દેશને રોકી શકશે. હવે ફક્ત એક જ નારો છે - બોલ રહા હૈ પૂરા દેશ, વોટ હમારા છૂકર દેશ.

આ પણ વાંચો: VIDEO : રાહુલ ગાંધીની લીડરશીપમાં સંસદથી EC ઓફિસ સુધી વિપક્ષી માર્ચ, SIR-વોટ ચોરીની સામે હલ્લાબોલ

કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી લોકોમાં નમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને શંકા છે, ત્યાં સુધી આ ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહી છે. જો આ શંકાઓ દૂર થઈ જાય છે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી પ્રાપ્ત કરી શકાય છે. આ સવાલોનો ઉકેલ લાવવામાં જ ચૂંટણી પંચનો પોતાનો હિત છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Akhilesh Yadav Vote Chori Protest

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ