ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : રાહુલ ગાંધીની લીડરશીપમાં સંસદથી EC ઓફિસ સુધી વિપક્ષી માર્ચ, SIR-વોટ ચોરીની સામે હલ્લાબોલ
ADVERTISEMENT
Opposition Protest: ચૂંટણીમાં છેતરપિંડી, SIR હેરાફેરી અને મત ચોરીના કથિત આરોપો સામે વિપક્ષી પક્ષોના ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સનો વિરોધ માર્ચ શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં, વિપક્ષી પક્ષોના 25 સાંસદો સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી ચાલી રહ્યા છે. દિલ્હી પોલીસે રસ્તામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સાત સ્થળોએ બેરિકેડિંગ કરી છે. મળતી માહિતી મુજબ, વિપક્ષી પક્ષોના સાંસદો એક કિલોમીટર ચાલીને માર્ચ કરશે. રસ્તામાં, સાંસદો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ચોર-ચોરના નારા લગાવી રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: INDIA bloc leaders begin their march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/ONQhHLfGBe
— ANI (@ANI) August 11, 2025
અખિલેશ યાદવ બેરીકેડ ઉપર કૂદી પડ્યા
ADVERTISEMENT
આ માર્ચ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને દિલ્હી પોલીસે અટકાવ્યા બાદ પોલીસ બેરીકેડ ઉપર કૂદી પડ્યા. પોલીસ દ્વારા આ માર્ચને અટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અનેક વિપક્ષના સાંસદો દિલ્હી પોલીસના સુરક્ષા ઘેરા તોડીને આગળ વધી રહ્યા છે.
#WATCH | Delhi: Samajwadi Party chief Akhilesh Yadav jumps over a police barricade as Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound… pic.twitter.com/X8YV4mQ28P
— ANI (@ANI) August 11, 2025
ADVERTISEMENT
દિલ્હી પોલીસે આ માર્ટની પરવાનગી આપી નથી
રાહુલ ગાંધી ઉપરાંત, તેમની બહેન અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, શિવસેનાના નેતા સંજય રાઉત પણ કૂચમાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, દિલ્હી પોલીસે આ માર્ચ માટે પરવાનગી આપી નથી કારણ કે કોઈ સાંસદે તેના માટે પરવાનગી માંગી ન હતી. ચૂંટણી પંચ સચિવાલયે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને પત્ર લખીને આજે બપોરે 12 વાગ્યે બેઠક અને ચર્ચા માટે સમય નક્કી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જગ્યાનો અભાવ હોવાના કારણે અને પાર્કિંગની જગ્યાની સમસ્યા હોવાથી ચર્ચા માટે વધુમાં વધુ 30 લોકો જ બેઠકમાં હાજર રહે.
ADVERTISEMENT

વધુ વાંચો : SIR પર સંસદ બાદ હવે સડક પર સંગ્રામ, 25 પક્ષોના 300 સાંસદોનું મેગા માર્ચ, પોલીસે ન આપી મંજૂરી
ADVERTISEMENT
NSG, SPG અને વિશેષ સુરક્ષા ટીમો તૈનાત
વિપક્ષની માર્ચને લઈને દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો, NSG, SPG અને વિશેષ સુરક્ષા ટીમો તૈનાત કરવામાં આવી દીધી છે. આ સાથે મેડિકલ અને ફાયર વિભાગના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 7500થી વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. CCTV કેમેરાની સંખ્યા વધારવામાં આવી છે અને ડીપર RAS સુધી CCTV લગાવવામાં આવ્યા છે, જેના પર લગભગ 800 હાઇ ડેફિનેશન CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.