બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જેસલમેરમાં સેનાની જિપ્સી પલટી ગઇ, મેજરનું મોત, એક લેફ્ટિનેંટ કર્નલ અને 2 મેજર ઘાયલ

અકસ્માત / જેસલમેરમાં સેનાની જિપ્સી પલટી ગઇ, મેજરનું મોત, એક લેફ્ટિનેંટ કર્નલ અને 2 મેજર ઘાયલ

Maulik Patel

Last Updated: 07:07 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેસલમેરમાં આર્મી જીપ પલટતાં મેજર ટીસી ભારદ્વાજનું મોત થયું હતું, જ્યારે ચાર અન્ય અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ અધિકારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરાયા અને પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના તનોટ વિસ્તારમાં એક દુખદ સડક અકસ્મામાં સેનાના એક મેજરે જીવ ગુમાવ્યો હતો. રવિવારે સાંજે રામગઢથી લોંગેવાલા તરફ જતી આર્મી જીપ ગમનેવાલા ગામ નજીક બેકાબુ થઈ પલટી ગઈ, જેમાં મેજર ટીસી ભારદ્વાજ (33)નું મોત થયું. આ દુર્ઘટનામાં લેફટિનેન્ટ કર્નલ પ્રશાંત રાય (32), મેજર અમિત (30), મેજર પ્રાચી શુક્લા અને ડ્રાઇવર નસીરુદ્દીન સહિત ચાર જણા ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક રામગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મેજર ભારદ્વાજ મૃત્યું પામ્યા હતા.

આ અધિકારીઓ એક જ જીપમાં સવાર હતા અને લોંગેવાલા તરફ જઈ રહ્યા હતા. તનોટ પોલીસ સ્ટેશનના ASIએ જણાવ્યું કે, "અકસ્માતનું કારણ સડક પરના શાર્પ ટર્નનું છે. જીપ ટર્ન લઈ શકી નહીં અને પલટી ગઈ." પ્રારંભિક તપાસમાં વાહનની ઝડપ અને સડકની સ્થિતિને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ અને સેના અકસ્માતની વિગતવાર તપાસ કરી રહ્યા છે. મેજર અમિતને આંખની નજીક ગંભીર ઇજા થઈ છે, મેજર પ્રાચી શુક્લાના માથામાં ગંભીર ઘા છે, જ્યારે ડ્રાઇવર નસીરુદ્દીનનો કાન કપાઈ ગયો છે. લેફટિનેન્ટ કર્નલ પ્રશાંત રાયની હાલત પણ ચિંતાજનક છે.

આ ઘટનાની જાણ થતાં તનોટ અને રામગઢ પોલીસ સ્ટેશનની ટીમો તરત જ સેના હોસ્પિટલ પહોંચી. મેજર ભારદ્વાજના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું, જેના પછી તેને સેનાને સોંપી દેવામાં આવ્યું. મેજર ટીસી ભારદ્વાજ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના રહેવાસી હતા. તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરવામાં આવી છે, અને સેના તેમને તમામ સહાય પૂરી પાડશે. મેજર ભારદ્વાજ 10 વર્ષથી વધુ સમયથી સેનામાં સેવા આપતા હતા અને તેમની હિંમત અને સમર્પણ માટે તેમને વારંવાર પુરસ્કારો મળ્યા હતા.

vtv app promotion

આ અકસ્માતે સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જયસલમેર જેવા રણપ્રદેશમાં સડકોની સ્થિતિ અને વાહનોની સુરક્ષા પર વારંવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. તાજેતરમાં પણ આ વિસ્તારમાં કેટલાક અકસ્માતો થયા છે, જેમાં વાહનની ઝડપ અને વળાંકવાળા રોડને કારણે અકસ્માત થયો છે. સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આવા વિસ્તારોમાં રોડની નિયમિત જાળવણી અને ટ્રાફિક જાગૃતિ અભિયાનોની જરૂર છે. સેના અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ ચાલુ છે, જેમાં વાહનની તકનીકી તપાસ પણ સામેલ છે.

આ પણ વાંચો: CM મમતા બેનર્જીએ પાડોશી દેશ ભુટાન પાસે માંગ્યુ વળતર? લગાવ્યો ગંભીર આક્ષેપ

આ ઘટના સેનાના અધિકારીઓની હિંમત અને બલિદાનને યાદ અપાવે છે. મેજર ભારદ્વાજ જેવા વીરોનું અવસાન દેશ માટે અપૂર્ણ નુકસાન છે. સેના તરફથી શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, "આપણા વીર જવાનોની સુરક્ષા અને તાલીમ માટે વધુ પગલાં લેવાશે." ઘાયલ અધિકારીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે, અને તેમના પુનઃસ્થાપન માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ અકસ્માત સડક સુરક્ષાના મહત્વને ફરીથી ઉજાગર કરે છે, અને વિસ્તારમાં વાહનચાલકોને સાવચેતી રાખવાનો સંદેશ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tanot Police Jaisalmer Army Jeep Crash Major Death And other Military Officers Injured
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ