ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / SIR ઓફિસર્સને બંધક બનાવવું બંગાળ સરકારને પડ્યું ભારે, સુપ્રીમ કોર્ટે કહ્યું "બધા નેતા જેવી ભાષા બોલે છે"
Last Updated: 12:35 PM, 2 April 2026
ADVERTISEMENT
Supreme Court on West Bengal: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા રાજ્ય સરકારને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે આ ઘટનાને “પૂર્વયોજિત કાવતરું” ગણાવીને રાજ્યના વહીવટીતંત્રની નિષ્ફળતા અને વધતા ધ્રુવીકરણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે ઘટનાની ગંભીરતા દર્શાવતા જણાવ્યું કે તેમને રાત્રે મોડે સુધી પરિસ્થિતિ પર નજર રાખવી પડી હતી અને કડક આદેશો આપ્યા બાદ જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. નોંધનીય છે કે ઘેરાયેલા અધિકારીના પાંચ વર્ષના બાળકની હાજરીને લઈને પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. જે પરિસ્થિતિની ગંભીરતા વધુ સ્પષ્ટ કરે છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે આ ઘટનાને માત્ર એક વિરોધ પ્રદર્શન નહીં પરંતુ ન્યાયિક પ્રક્રિયાને અસર કરવા માટેનું “પૂર્વયોજિત, ગણતરીપૂર્વકનું અને ઇરાદાપૂર્વકનું પગલું” ગણાવ્યું છે. કોર્ટે પશ્ચિમ બંગાળને “દેશનું સૌથી વધુ ધ્રુવીકરણ પામેલું રાજ્ય” ગણાવીને કહ્યું કે આવી ઘટનાઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે. મુખ્ય ન્યાયાધીશે રાજ્યના એડવોકેટ જનરલને કડક શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં દરેક બાબત રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે અને શું કોર્ટે આ બધું નથી જોયું? તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ રાત્રે 2 વાગ્યા સુધી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ADVERTISEMENT
Unprecedented developments in West Bengal.
— Amit Malviya (@amitmalviya) April 1, 2026
The Kaliachak-II BDO office was under siege. North Bengal and South Bengal were effectively cut off, with protesters blocking NH-12. Seven judicial officers, including three women, were trapped inside. The situation had spiralled out of… pic.twitter.com/AvYGOAzxMh
ADVERTISEMENT
કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સહિતના ઉચ્ચ અધિકારીઓને સખત શબ્દોમાં ઠપકો આપ્યો કે પૂર્વ જાણકારી હોવા છતાં સમયસર પગલાં કેમ લેવામાં આવ્યા નહીં. બેન્ચના આદેશ મુજબ, ન્યાયિક અધિકારીઓનો ઘેરાવ બપોરે 3:30 વાગ્યે શરૂ થયો હતો અને રજિસ્ટ્રાર જનરલે તરત જ વહીવટી તંત્રને જાણ કરી હતી. છતાં સાંજે 8:30 વાગ્યા સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારબાદ ગૃહ સચિવ અને ડીજીપી સાથે સંપર્ક સાધવામાં આવ્યો અને હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા પણ થઈ, પરંતુ તેમ છતાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નહોતી. કોર્ટે આ સમગ્ર વર્તનને નીંદનીય ગણાવ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર વિવાદનું મૂળ SIR પ્રક્રિયા સાથે જોડાયેલું છે. જેમાં મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાના આરોપોને લઈને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. માલદા જિલ્લાના કાલિયાચક-II વિસ્તારમાં BDO ઓફિસને મોટી ભીડ દ્વારા ઘેરી લેવામાં આવી હતી જેના કારણે ઉત્તર અને દક્ષિણ બંગાળ વચ્ચેનો મુખ્ય NH-12 માર્ગ પણ અવરોધિત થઈ ગયો હતો. આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત સાત ન્યાયિક અધિકારીઓ ઓફિસની અંદર ફસાઈ ગયા હતા. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર થઈ ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાનો ભંગ થયો હતો.
ADVERTISEMENT

તેમણે વધુમાં જણાવ્યું કે અધિકારીઓએ સુરક્ષા કારણોસર એકસાથે રહેવાનો નિર્ણય લીધો હતો. કારણ કે બહાર નીકળવાના બધા માર્ગો અવરોધિત હતા અને પરિસ્થિતિ અત્યંત તંગ હતી. સ્થાનિક સુરક્ષા દળોએ પણ પરિસ્થિતિને જોખમી ગણાવી હતી. આવી સ્થિતિમાં જિલ્લા અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અને કડક હસ્તક્ષેપ જરૂરી હતો. પરંતુ સમયસર કાર્યવાહી ન થતા પરિસ્થિતિ વધુ બગડી ગઈ. સમગ્ર ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સુપ્રીમ કોર્ટના કડક વલણથી સ્પષ્ટ થયું છે કે આવા બનાવોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.