બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નરેન્દ્ર મોદી બાદ કોણ બનશે પ્રધાનમંત્રી? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

ઉત્તરાધિકારી / નરેન્દ્ર મોદી બાદ કોણ બનશે પ્રધાનમંત્રી? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

Priyankka Triveddi

Last Updated: 03:04 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Next PM after Narendra Modi: RSSના વડા મોહન ભાગવતે જવાબ આપ્યો છે કે PM નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે..

Next PM after Narendra Modi: PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી પદ માટેની ચર્ચાએ જોર પકડયું છે. એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન પદ માટે કોનું નામ હશે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ચોખવટ કરી દીધી છે કે વર્ષ 2029નની ચૂંટણી પણ મોદીના નેતૃત્વમાં જ લડાશે. રાષ્ટ્રીય સ્વયં સેવક એટલે કે RSSના પ્રમુખ મોહન ભાગવતને પણ આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમને કહ્યું હતું કે તેનો આ માટે તેમને શુભેચ્છા પાઠવે છે.

modi-mitr

એક કાર્યક્રમ દરમિયાન RSS વડા ભાગવતને પૂછવામાં આવ્યું કે

" મોદીજી પછી નેક્સ્ટ પીએમ કોણ હશે?" જેના જવાબમાં સંઘ પ્રમુખે કહ્યું કે " અમુક પ્રશ્નોના જવાબો મારા અધિકાર ક્ષેત્રની બહારના છે. જેટલે હું આ વિશે મારો કોઈ અભિપ્રાય આપી શકીશ નહીં. હું માત્ર તેમને શુભકામના આપી શકું છું, બીજું કઈ નહીં."

તેમણે આગળ કહ્યું કે

" મોદીજી પછી કોણ હશે વડાપ્રધાન તે માત્ર BJP અને મોદીજીએ નક્કી કરવાનું છે. તેમણો ઉત્તરાધિકારી તેઓ જ પસંદ કરશે."

હકીકતમાં મળતી માહિતી મુજબ અમુક દિવસો પહેલા ભાજપની રિટાયરમેન્ટની નીતિને લઈને આગામી PM ઉમેદવાર અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે ભાજપે હાલ કોઇપણ પ્રકારના ફેરફાર કરવા વિશે કોઈ વાત કહી નથી. ઉલ્લેખનીય છે કે PM મોદીએ સપ્ટેમ્બરમાં જ તેમનો 75 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ભાજપે શું આપ્યો પ્રતિભાવ?

આ સંદર્ભે એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના CM ફડણવીસે PM મોદીના ઉત્તાધિકારી અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે "હાલ આ પદ માટે કોઈ નામ વિચારવાની જરૂર નથી. PM મોદી સ્વસ્થ છે અને 2029માં પણ તેમના જ નેતૃત્વમાં ચુંટણી લડાશે."

CM ફડણવીસે વધુમાં કહ્યું કે,

" વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તે કોઈ 40 વર્ષના યુવાન કરતાં વધે સખત મહેનત કરે છે. તેઓ દિવસમાં 17 કલાકથી વધુ કામ કરે છે. એટલું જ નહિ તેઓ ક્યારેય કોઈપણ બેઠક દરમિયાન બગાસું પણ ખાતા નથી. તેઓ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ છે. અને તે છે ત્યાં સુધી કોઈ બીજાનું નામ વિચારવાનો પણ સવાલ ઊભો થતો નથી. તે વર્ષ 2029માં પણ અમારા નેતા રહેશે."

આ પણ વાંચો: ઈન્ડિગોનું મોટું એલાન, 10,000 વળતર સાથે આ મોટો લાભ આપશે, મુસાફરોને રાહત

vtv app promotion

PM ના વખાણ

આ મહિના એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પૂણેમાં આયોજન કરવામાં આવેલા એક કાર્યક્રમમાં મોહન ભાગવતે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે" પ્રધાનમંત્રીને વૈશ્વિક ફલક પર આટલા ધ્યાનથી કેમ સાંભળવામાં આવે છે? એ લોકો એટલા માટે સાંભળે છે કારણ કે ભારતની તાકાત હવે વિશ્વને એ જગ્યાએ પણ દેખાવા લાગી છે જ્યાં ભારતે પોતાનું સ્થાન બતાવવું જરૂરી છે. ભારતે મોદીના નેતૃત્વમાં વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Next PM RSS Chief Mohan Bhagwat
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ