બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:58 PM, 11 December 2025
Indigo Compensation Announcement: તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન ઇન્ડિગો એરલાઇન્સની સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી, જેને કારણે મુસાફરોને ખૂબ જ પરેશાની થઈ, સાથે જ તેમને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું. આ પછી DGCAએ એરલાઇન્સ સામે સખત કાર્યવાહી કરી છે. આ પછી હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે પ્રભાવિત મુસાફરોને સરકારના નિયમો પ્રમાણે, 5000 રૂપિયાથી 10000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
ADVERTISEMENT
વળતરની સાથે જ એરલાઇને સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને 10,000 રૂપિયા સુધીનું વધારાનું ટ્રાવેલ વાઉચર આપવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય એ મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ રાહત માનવામાં આવે છે, જેમની મુસાફરીના પ્લાનિંગ અચાનક બદલાઈ ગયા અને જેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે આ આગામી 12 મહિના સુધી ક્યારેય પણ વાપરી શકાય છે. મુસાફરો ભારતમાં ઇન્ડિગોના કોઈ પણ ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચર્સનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT

કંપનીના જણાવ્યા પ્રમાણે, વળતરની રકમ DGCAના દિશાનિર્દેશો પ્રમાણે આપવામાં આવશે. જે મુસાફરોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ, તેઓ નિયમો પ્રમાણે, આ વળતરના હકદાર છે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે વળતરની રકમ ફ્લાઇટનું અંતર, ટિકિટ કેટેગરી અને મુસાફરોને થયેલી અસુવિધાના આધારે આપવામાં આવશે. તેનો હેતુ મુસાફરોને થયેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી પરેશનીઓને ઓછો કરવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ખૌફનાક એક્સિડન્ટ, 5 લોકો જીવતા ભૂંજાયા
ADVERTISEMENT
ઇન્ડિગોએ જણાવ્યું કે 10 હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર એ મુસાફરોને આપવામાં આવશે, જેમને ટ્રાવેલ પ્લાન્સ એક કરતાં વધારે વખત બદલવા પડ્યા, જેમની ફ્લાઇટ્સ વારંવાર રિશેડ્યૂલ થઈ અથવા જેમને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઇમેલ અને મોબાઈલ નંબર પર નોકવામાં આવેલા મેસેજ ચેક કરે, જેથી તેમને વળતર અને વાઉચર ક્લેમ કરવાની પ્રક્રિયામાં સરળતા રહે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.