બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ખૌફનાક એક્સિડન્ટ, 5 લોકો જીવતા ભૂંજાયા

દુર્ઘટના / એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ખૌફનાક એક્સિડન્ટ, 5 લોકો જીવતા ભૂંજાયા

Vidhata Gothi

Last Updated: 02:30 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં ટક્કર બાદ કારની CNG ટેન્કમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં મહિલા અને બાળકો સહિત પાંચ લોકો જીવતા બળી ગયા.

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક કાર બીજા વાહન સાથે અથડાઈ અને આગ લાગી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. માહિતી પ્રમાણે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રસ્તાની બાજુ પર ઊભેલી એક વેગન આર કારને ફૂલ સ્પીડમાં આવી રહેલી બ્રેઝા કારે ટક્કર મારી દીધી. આ પછી વેગન આર લગભગ 200 મીટર દૂર જઈને અટકી અને તેમાં આગ લાગી ગઈ.

આ ઘટના સમયે વેગન આર કારના કેટલાક લોકો બહાર ઊભા હતા, જ્યારે કેટલાક લોકો અંદર બેઠા હતા. આ ઘટનામાં વેગન આરમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે બ્રેઝા કારના ચાર લોકો ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘાયલોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી.

vtv app promotion

માહિતી પ્રમાણે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આ ભીષણ દુર્ઘટનામાં આઝમગઢમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર ખતમ થઈ ગયો. તેમની પત્ની અને ત્રણ બાળકો સહિત 5 લોકોના મોત થઈ ગયા. મઉથી લખનૌ જઈ રહેલી તેમની વેગન આર કારને પાંચથી બ્રેઝાએ ટક્કર મારી, જેનાથી CNG ટેન્કમાં આગ લાગી ગઈ.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટના વિરોધમાં ખેડૂતો ભડક્યા, ધારાસભ્યનું માથું ફોડી નાખ્યું, 14 વાહનો ફુંકી માર્યા

દુર્ઘટનામાં કારમાં બેસેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો જીવતા બળી ગયા. આગ લાગ્યા પછી કારણો દરવાજો પણ ન ખોલી શકવાના કારણે બળીને તેમનું મોત થઈ ગયું. પોલીસ અને સ્થાનિક લોકોએ 5 લોકોને બહાર કાઢ્યા પણ તેમનું મોત ઘટનાસ્થળે જ થઈ ચૂક્યું હતું. બારબંકીના ડીએમ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ઘાયલોને ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા છે, દુર્ઘટના પછી પોલીસ બંને ગાડીઓને કબજે કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે દુર્ઘટના વધારે સ્પીડને કારણે થઈ છે કે પછી ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car CNG Tank Caught Fire Barabanki Expressway Accident Purvanchal Expressway
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ