બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટના વિરોધમાં ખેડૂતો ભડક્યા, ધારાસભ્યનું માથું ફોડી નાખ્યું, 14 વાહનો ફુંકી માર્યા
Last Updated: 10:40 AM, 11 December 2025
Hanumangarh Farmers Protest: રાજસ્થાનના હનુમાનગઢના જિલ્લાના રાઠીખેડા ગામમાં 450 કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા પ્રાઇવેટ ઇથેનોલ પ્લાન્ટ વિરુદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે બુધવારે સાંજે સીધી અથડામણ થઈ ગઈ. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢીને ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડના નિર્માણધીન પ્લાન્ટની દીવાલો તોડી દીધી. જવાબમાં પોલીસ પણ લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસ છોડ્યો. એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્લાન્ટના કેમ્પસમાં ઘૂસીને તોડફોડ કરી, ત્રણ બુલડોઝરને નુકસાન પહોંચાડ્યું અને પોલીસ અને વહીવટીતંત્રની 16 ગાડીઓમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી.
ADVERTISEMENT
After a year of protests against the construction of ethanol factory in Tibbi, Hanumangarh, farmers today marched against the ethanol factory, where farmers broke the boundary wall of the factory, clashed with police, lathi charge ensued, many vehicles were torched #Rajasthan pic.twitter.com/qvAjszgy5q
— Ramandeep Singh Mann (@ramanmann1974) December 10, 2025
પોલીસ સાથેની આ અથડામણમાં ઘટનાસ્થળે હાજર સંગરિયાના કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્યક્ષ અભિમન્યુ પુનિયા પણ ઘાયલ થઈ ગયા. આ સિવાય લાઠીચાર્જમાં અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા. તેમને સારવાર માટે હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા પોલીસકર્મીઓ અને વહીવટી અધિકારીઓ પણ ઘાયલ થયા છે.
ADVERTISEMENT
#WATCH | Hanumangarh, Rajasthan | SP Hari Shankar said, "A mahapanchayat was held against the ethanol plant. Some people marched towards the factory and vandalised it. In the clash, five policemen were injured. Action is being taken by the police. Seven people have been taken… pic.twitter.com/i7kkCMYNag
— ANI (@ANI) December 10, 2025
ADVERTISEMENT
ચંડીગઢમાં રજિસ્ટર્ડ કંપની ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ રાઠીખેડામાં 40 મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ લગાવી રહી છે. કંપનીનું કહેવું છે કે આ પ્લાન્ટ કેન્દ્ર સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામને સપોર્ટ કરશે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે 2022થી કંપનીની એન્વાયરોમેન્ટ ક્લિયરન્સ અરજી હજુ પણ પેન્ડિંગ પડી છે. પર્યાવરણીય મંજૂરી વિના નિર્માણ કામ ચાલુ થવાથી વિસ્તારના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે ઇથેનોલ પ્લાન્ટથી વાયુ પ્રદૂષણ વધશે, ભૂગર્ભજળને ઝેરી બની જશે અને ખેતીની જમીન ઉજ્જડ થઈ જશે, જેના લીધે સ્થાનિક લોકોની આજીવિકા પર સંકટ આવી જશે. તેઓ પ્લાન્ટને કોઈ બીજી જગ્યા પર ખસેડવાની માંગ કરી રહ્યા છે.
हनुमानगढ़ के टिब्बी में किसान आंदोलन पर पुलिस द्वारा प्रदेश सरकार के इशारे पर किए गए लाठीचार्ज की कड़ी निन्दा करता हूँ।
— Vijay Poonia (@vijaypoonia_) December 10, 2025
अपनी जायज मांग को लेकर आन्दोलित किसानों के प्रति सरकार ने जिस प्रकार का रवैया दिखाया है, वो भाजपा सरकार के किसान विरोधी चेहरे को दिखाता है। लोकतांत्रिक तरीके… pic.twitter.com/K3uft27SKn
ADVERTISEMENT
બુધવારે બપોરે, ખેડૂતોએ ટિબ્બી SDM ઓફિસ સામે એક મોટી સભા કરી. આ સભામાં શ્રીગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરા, ભદ્રાના પૂર્વ ધારાસભ્ય બલવાન પુનિયા, CPI(M) નેતા મંગેજ ચૌધરી અને હનુમાનગઢ, શ્રીગંગાનગર અને પડોશી પંજાબના અનેક ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થયા. સાંજે લગભગ 4 વાગ્યે સેંકડો ખેડૂતોએ ટ્રેક્ટર લઈને પ્લાન્ટની સાઇટ તરફ કૂચ કરી. દરમિયાન પ્રદર્શનકારીઓએ ટ્રેક્ટરથી ફેક્ટરીની દિવાલ તોડી, અંદર ઘૂસ્યા અને તોડફોડ કરી. જેને પરિણામે પોલીસ સાથે સીધી અથડામણ થઈ ગઈ.

ADVERTISEMENT
આ અથડામણ પછી ટિબ્બી કસ્બા અને આસપાસના ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. હિંસા પછી સમગ્ર વિસ્તારમાં બજારો બંધ કરાવી દેવામાં આવી છે. તમામ સ્કૂલ-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી કંપનીને પર્યાવરણ મંજૂરી નથી મળતી અને સાથનીક લોકોની સંમતિ નથી, તેઓ પ્લાન્ટ નહીં બનવા દે. બીજી તરફ કંપનીના અધિકારીઓ તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું. હાલ વિસ્તારમાં તણાવ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગોવા અગ્નિકાંડમાં મોટું એક્શન, થાઈલેન્ડમાં લૂથરા બંધૂઓની અટકાયત, ભારત લવાશે
આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે હનુમાનગઢના ખેડૂત આંદોલન દરમિયાન પોલીસના બળ પ્રયોગની સખત નિંદા કરું છું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ઘાયલ ધારાસભ્ય અભિમન્યુ પુનિયાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી અને કહ્યું કે અમે ખેડૂતોના અધિકારો અને ન્યાયની લડાઈમાં તેમનો સાથ આપતા રહીશું. ઘાયલ ધારાસભ્ય અભિમન્યુ પુનિયાએ હોસ્પિટલમાંથી કહ્યું કે તેઓ સકુશળ છે અને આને ખેડૂતોના હક વિરુદ્ધ 'ષડયંત્રપૂર્ણ હુમલો' ગણાવ્યો. તેમણે કહ્યું કે ધમકીથી તેમની શાંતિપૂર્ણ લડાઈ નહીં અટકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.