બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગોવા અગ્નિકાંડમાં મોટું એક્શન, થાઈલેન્ડમાં લૂથરા બંધૂઓની અટકાયત, ભારત લવાશે

કાર્યવાહી / ગોવા અગ્નિકાંડમાં મોટું એક્શન, થાઈલેન્ડમાં લૂથરા બંધૂઓની અટકાયત, ભારત લવાશે

Priyankka Triveddi

Last Updated: 10:18 AM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goa NightClub Case: ગોવા નાઇટ ક્લબ અગ્નિ કાંડમાં 25 લોકોના મોત માટેના આરોપીઓ ભાગેડુ લુથરા બ્રધર્સની થાઈલેન્ડના ફૂકેટમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગોવા પોલિસ દ્વારા બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કરાયા અને ઇન્ટરપોલ નોટિસ પછી આ શક્ય બન્યું છે.

Goa Night club Case: ગયા અઠવાડિયે ગોવા નાઈટ કલબમાં લાગેલી આગમાં 25 લોકોના મૃત્યુ થતાં થયા હતા. આ આગની ઘટના બનવાના થોડા જ કલાકોમાં નાઈટ ક્લબના મુખ્ય આરોપીઓ ગૌરવ અને સૌરભ દેશ છોડીને થાઈલેન્ડ ભેગા થઈ ગયા હતા. અને હવે આ અંગે કાર્યવાહી કરતાં ગોવા પોલિસે બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. માટે હવે તેઓ ફૂકેટથી આગળ ક્યાંય પણ જ જઈ શકશે નહીં. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ પગલું એક મોટી ઉપલબ્ધિ છે આના લીધે હવે ઇન્ટરપોલ અને ડિપ્લોમેટ ચેનલના આધારે બંનેને ભારત ભેગા કરવા સરળ થઈ જશે.

સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર વિદેશ મંત્રાલયે લુથરા બ્રધર્સના પાસપોર્ટ રદ્દ કરવાની ઔપચારિક પરવાનગી ગોવા સરકાર તરફથી મળી હતી. ઇન્ટરપોલે મંગળવારે બંનેના વિરોધમાં બ્લૂ કોર્નર નોટિસ બહાર પાડી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે બંને જાણ ફૂકેટમાં છૂપાયેલા છે.

આ વચ્ચે એક સમાચાર એવા આવ્યા છે કે ભારતના કહેવા પર આ બંને ભાઈઓને થાઈલેન્ડ પોલિસે ફૂકેટમાંથી પકડીને હિરસતમાં લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે તેમના ક્લબમાં આગની ઘટના બનતા આ આ બંને ભાઈઓ રફુચકકર થઈ ગયા હતા. ગત 6 ડિસેમ્બરના રોજ તેમના ક્લબમાં આગની ઘટના બની હતી જેમાં 25 ન અમોટ અને અનેક લોકો ઘાયલ થયા હતા, અને બંને ભાઈઓ ફરાર હતા. જે આ આગ કાંડના મુખ્ય આરોપીઓ હતા.

Goa-Night-Club

ગોવા પોલિસે આ બાદ એક્શન લેતા મુખ્ય બે આરોપીઓ લુથરા બ્રધર્સ ગૌરવ અને સૌરભ ના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે માટે હવે તેઓ ફૂકેટથી આગળ નહીં જઈ શકે. ઇન્ટરપોલે તેમના વિરોધમાં બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે જેના કારણે તેમને ભારત પાછા ફરવું જ પડે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ પગલું એક મોટી ઉપલબ્ધિ છે આના લીધે હવે ઇન્ટરપોલ અને ડિપ્લોમેટ ચેનલના આધારે બંનેને ભારત ભેગા કરવા સરળ થઈ જશે.

જો કે અદાલતમાં લુથરા બ્રધર્સનું કહેવું છે કે તેમની થાઈલેન્ડની યાત્રા પહેલાથી જ નક્કી હતી. તેમના વકીલે દિલ્હીની રોહિણી અદાલતમાં જણાવ્યું કે સૌરભ 6 ડિસેમ્બરના રોજ ' કામના સંદર્ભે' થાઈલેન્ડ જતો રહ્યો હતો. તેમનું કહેવું છે કે બંને ભાઈઓ તાત્કાલિક ધરપકડના થાય તે રીતની કાનૂની સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દરોડામાં 500 અને 1000ની જુની નોટોનો ભંડાર મળતાં ચકચાર મચી, 4 લોકોની ધરપકડ

vtv app promotion

કોર્ટમાં બુધવારે તેમણે આંશિક રાહત આપવાની મનાઈ કરી દેવામાં આવી હતી અને તેમની પ્રાથમિક યાચિક પર આજે ગુરુવારે સુનાવણી થશે. સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરા અને તનવીર અહેમદ મીર કોર્ટમાં આ બંને ભાઈઓના બદલે હજાર રહ્યા હતા. તેમનું કહેવું છે કે જેવા તે બંને ભાઈઓ ભારત પાછા આવશે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. તેમના વકીલે કહ્યું કે તે ભાઈઓનું કહેવું છે કે અમે ભારત પરત ફરવા માંગીએ છીએ પણ પોલિસ અમને અરેસ્ટ કરવા માંગે છે. અમને witch-hunting ની બીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saurabh Luthra Goa Police Gaurav Luthra
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ