બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:37 PM, 8 October 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. અહીંથી ફ્લાઇટ્સ શરૂ થવાથી પુણે, પિંપરી-ચિંચવડ, કોલ્હાપુર, સતારા, સોલાપુર અને પશ્ચિમ મહારાષ્ટ્રના અન્ય ભાગો માટે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી, રોજગાર અને રોકાણ માટે નવી તકો ખુલી જશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)નું પહેલા તબક્કાનું નિર્માણ 19,650 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તે ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે, NMIA છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) સાથે મળીને ભીડ ઘટાડવા અને મુંબઈને વૈશ્વિક મલ્ટી-એરપોર્ટ સિસ્ટમમાં એકીકૃત કરવા માટે કામ કરશે.
ADVERTISEMENT
On the way to Navi Mumbai to take part in the programme marking the inauguration of Phase-1 of the Navi Mumbai International Airport. With this, the Mumbai Metropolitan Region will get its second major international airport, thus boosting commerce and connectivity. The final… pic.twitter.com/t6v82O6Een
— Narendra Modi (@narendramodi) October 8, 2025
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે એરપોર્ટની ડિઝાઈન કમળના ફૂલથી પ્રેરિત છે. મુખ્યમંત્રી ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે એરપોર્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇનનું મિશ્રણ હશે. મોટા કાચના રવેશ, ખુલ્લી જગ્યાઓ અને કુદરતી લાઇટિંગ અહીની ઓળખ હશે, જે પ્રવાસીઓને આધુનિક અનુભવ પ્રદાન કરશે.
ADVERTISEMENT
નવી મુંબઈ એરપોર્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ બનાવવામાં આવ્યું છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને CIDCO (સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ) એ મળીને એરપોર્ટનું નિર્માણ કર્યું છે.
ADVERTISEMENT
દેશની મોટી એરલાઇન્સ કંપનીઓ જેમ કે ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો આ એરપોર્ટ પરથી ઓપરેટ કરશે. એરપોર્ટનું કામ હજુ ચાલુ છે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ની પ્રથમ તબક્કામાં ક્ષમતા વાર્ષિક 2 કરોડ મુસાફરોને સંભાળવાની છે. કામ પૂર્ણ થયા પછી તેની ક્ષમતા 9 કરોડ મુસાફરો સુધી પહોંચવાનો અંદાજ છે. આ એરપોર્ટ ફક્ત મુસાફરો જ નહીં પરંતુ વાર્ષિક 3.25 MMTA (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) કાર્ગોનું પણ સંચાલન કરશે, જે તેને એશિયામાં એક શક્તિશાળી વેપાર કેન્દ્ર બનાવશે.
ADVERTISEMENT
આ એરપોર્ટથી લંડન, ટોક્યો અને ન્યૂ યોર્ક જેવા શહેરો માટે ફ્લાઇટ્સ મળશે. આ એરપોર્ટ દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે, જેનો રનવે 3,700 મીટર સુધી ફેલાયેલો છે. તે આધુનિક સિસ્ટમોથી સજ્જ છેમ જેનાથી ઓછી વિઝિબિલિટીમાં પણ ફ્લાઇટ્સને મુશ્કેલી નહીં થાય. તેના ઉદ્ઘાટનના એક મહિનાની અંદર અહીંથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થવાની અપેક્ષા છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી આ મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. એરપોર્ટ શરૂ થતાની સાથે જ મુંબઈ લંડન, ન્યુ યોર્ક અને ટોક્યો જેવા વિશ્વના ગણતરીના શહેરોમાં સામેલ થઈ જશે કે જ્યાં બે મોટા એરપોર્ટ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને સમગ્ર પશ્ચિમ ભારતમાં હવાઈ મુસાફરી એક મોટી રાહત અને બુસ્ટ છે, સાથે જ વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. આ એરપોર્ટ નવી મુંબઈમાં ઉલ્વે નજીક આશરે 2,866 એકર પર બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પૂર્ણ થવાથી મુંબઈવાસીઓનું 25 વર્ષ જૂનું સપનું સાચું થયું છે. ભારતનો સૌથી મહત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હવે હકીકત બની ગયો છે.
આ પણ વાંચો: ભારતનું જ એક શહેર, જ્યાં ઉપર નહીં, અંડરવોટર ટનલ વચ્ચે દોડે છે ટ્રેન
અત્યાર સુધી, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુંબઈની ઓળખ રહ્યું છે, પરંતુ રોજ તેની ક્ષમતા કરતા વહ્દરે લોકો આવે છે. મુસાફરોનો ભાર, ફ્લાઇટનો ટ્રાફિક ભીડ અને દરરોજ આશરે 1,000 ફ્લાઇટ્સ, તેની ડિઝાઇન ક્ષમતા કરતાં ઘણી વધારે છે. CSMIA પાસે બે રનવે છે, પરંતુ તેનું ઇન્ટરસેક્શન ઓપરેશન્સ માત્ર એક રનવે સુધી જ મર્યાદિત થઈ જાય છે, જેના કારણે ફ્લાઇટ્સને લેન્ડિંગ ઘણીવાર હવામાં આંટા મારવા પડે છે. હવે નવું એરપોર્ટ બનતા હવાઈ મુસાફરોને રાહત થશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદઘાટનથી મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે, જેનાથી સમય બચશે અને એર ટ્રાફિક અડધો થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.