ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:57 PM, 11 August 2025
ADVERTISEMENT
Pradhan Mantri Ujjwala Yojana: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ LPG ગેસ પર આપવામાં આવતી સબસિડી અંગે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 12,000 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સબસિડી વર્ષ 2025-26 સુધી ચાલુ રહેશે. લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના કરોડો લાભાર્થીઓને મળશે, જેઓ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર રિફિલ કરશે. આ સબસિડી 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર પર આપવામાં આવશે. સબસિડી પર 12,000 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.
ADVERTISEMENT

વર્ષ 2022 માં, આ યોજના હેઠળ, સરકાર દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપતી હતી. આ યોજનાનો લાભ વર્ષમાં 12 વખત ગેસ સિલિન્ડર રિફિલ કરવા પર મળતો હતો. આ સબસિડી 5 કિલોગ્રામના સિલિન્ડર પર આપવામાં આવી હતી. લાભાર્થીઓને હવે 200 રૂપિયાને બદલે 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના શરૂ થયા પછી, LPGનો ઉપયોગ કરતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2019-2020માં, દરેક લાભાર્થી ઓછામાં ઓછા 3 વખત રિફિલ કરાવતા હતા. જ્યારે વર્ષ 2022-23માં આ સંખ્યા વધીને 3.68 થઈ ગઈ, 2024-25માં આ સંખ્યા વધીને 4.47 થઈ ગઈ.

ADVERTISEMENT
ઉજ્જવલા યોજનાની શરૂઆત
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારો અને મહિલાઓને અગાઉથી રકમ જમા કરાવ્યા વિના LPG કનેક્શન આપવાનો છે. યોજના શરૂ થયા પછી, લગભગ 10.33 કરોડ પરિવારોને કનેક્શન આપવામાં આવ્યા છે. યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપ, DGCC બુકલેટ અને ઇન્સ્ટોલેશન માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડતી નથી. ઉજ્જવલા 2.0 શરૂ થયા પછી, સરકાર પ્રથમ રિફિલ અને એક સ્ટવ મફતમાં આપે છે.
ADVERTISEMENT

ઉજ્જવલા યોજના હેઠળ કોને મળે છે કનેક્શન
ADVERTISEMENT
આ યોજના ગરીબ અને વંચિત પરિવારોને સ્વચ્છ અને સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવા માટે ઘરેલુ રસોઈ ગેસ કનેક્શન પર સબસિડી પૂરી પાડે છે. ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન અરજદારની ઉંમર 18 વર્ષ (માત્ર મહિલા) હોવી જોઈએ. ઉપરાંત, એક જ ઘરમાં કોઈપણ તેલ માર્કેટિંગ કંપની તરફથી અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સૌથી પછાત વર્ગ (MBC), અંત્યોદય અન્ન યોજના (AAY), વનવાસીઓ, ટાપુઓ પર રહેતા લોકો, SECC પરિવારો (AHL TIN) અથવા 14-મુદ્દાની ઘોષણા મુજબ કોઈપણ ગરીબ પરિવારને આ કનેક્શન મળશે.
આ પણ વાંચો: વોટ ચોરી'ના વિરોધ પ્રદર્શનમાં બેભાન થઈ TMC સાંસદ, અખિલેશે તોડી બેરિકેડ, રાહુલ-પ્રિયંકા અટકાયતમાં
ADVERTISEMENT
ઓઇલ કંપનીઓ માટે પણ 30,000 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળે એલપીજી પરના નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સંચાલિત તેલ કંપનીઓ - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને 30,000 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી હતી. આ છેલ્લા 15 મહિનામાં કિંમત કરતા ઓછા ભાવે એલપીજી વેચવાને કારણે આ કંપનીઓને થયેલા નુકસાનનું વળતર છે. સરકારી નિવેદન મુજબ, આ સબસિડી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને 12 હપ્તામાં ચૂકવવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્યને જાળવી રાખીને વૈશ્વિક ઉર્જા બજારોની અસ્થિરતાથી ગ્રાહકોને બચાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.