બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિવાળી પહેલા જ ભાજપનું મોટું એલાન, ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર

રાજકારણ / દિવાળી પહેલા જ ભાજપનું મોટું એલાન, ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ કર્યા જાહેર

Vidhata Gothi

Last Updated: 12:51 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલા જ ભાજપે એક મોટું એલાન કર્યું છે, જેમાં ભારે ચર્ચા વચ્ચે ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાંથી એક મુસ્લિમ ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવી છે.

Jammu-Kashmir Biennial Rajyasabha Election: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરથી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કરીને એક સત્તાવાર લિસ્ટ જાહેર કર્યું છે. દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સે શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે તેના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને દાવો કર્યો કે ચોથી બેઠક માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં થનારી ત્રણ અલગ-અલગ દ્વિવાર્ષિક ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે અધિસૂચના 01 હેઠળ, એક રાજ્યસભા બેઠક માટે ગુલામ મોહમ્મદ મીરને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે અધિસૂચના 02 હેઠળ, એક રાજ્યસભા બેઠક માટે રાકેશ મહાજનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અધિસૂચના 03માં બે રાજ્યસભા બેઠક માટે સતપાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી છે. આ જાહેરાત રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવી છે.

vtv app promotion

નેશનલ કોન્ફરન્સે જાહેર કર્યા ત્રણ ઉમેદવારોના નામ

વિધાનસભામાં પોતાની સંખ્યાના આધારે, નેશનલ કોન્ફરન્સ પાસે ત્રણ બેઠકો પર લીડ છે, જ્યારે ભાજપ પાસે એક બેઠકો પર લીડ છે. નેશનલ કોન્ફરન્સે ત્રણ બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી, સાથે જ શાસક પક્ષે દાવો કર્યો કે તે ચોથી બેઠક માટે કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા મોદી સરકારની કર્મચારીઓને ગિફ્ટ, હવે રિટાયરમેન્ટ બાદ તરત મળશે આ લાભ

જમ્મુ-કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ છે ચૂંટણી

જમ્મુ-કાશ્મીરના રાજકારણ માટે આ ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપે રાજ્યસભામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે આ ત્રણ ઉમેદવારોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉમેદવારોની જીત પાર્ટી માટે પ્રાદેશિક હાજરી અને સંસદમાં પ્રતિનિધિત્વને વધારવામાં મદદ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu-Kashmir Election Jammu-Kashmir News BJP candidates
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ