ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારત-EU કરાર દેશના લોકો માટે મોટો અવસર લઈને આવ્યો- PM મોદી

India-EU Summit / ભારત-EU કરાર દેશના લોકો માટે મોટો અવસર લઈને આવ્યો- PM મોદી

Published By: Vidhata Gothi

Last Updated: 11:54 AM, 27 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India EU Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન આજે એક ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરશે. 16મી ભારત-EU સમિટમાં થનારી આ ડિલ વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે અને બંને પક્ષો વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત કરશે.

ADVERTISEMENT

PM Modi on India EU Trade Deal: લગભગ બે દાયકાની વાતચીત પછી, આજે 16મી ભારત-EU સમિટમાં ઐતિહાસિક ભારત-EU વેપાર કરારની જાહેરાત કરવામાં આવશે. ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે થનારી આ ડિલ વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે અને બંને પક્ષો વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત કરશે. આ ડિલ બંને પક્ષો માટે આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ભારત-યુરોપિયન યુનિયન (EU) વેપાર સમિટના સહ-અધ્યક્ષ તરીકે સામેલ થશે, તેમની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સહ-અધ્યક્ષ તરીકે જોડાશે. હાલમાં બંને ભારતની રાજકીય મુલાકાતે છે અને ગઈકાલે તેઓએ 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો. આ સમિટ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહમાં ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે યુરોપિયન દેશો સાથેની ભારતની આ ડિલને વિશ્વમાં Mother of All Trade Deal કહેવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું EU સાથેની આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બ્રિટન અને EFTA જેવા અગાઉના કરારોને પણ મજબૂત બનાવશે. આનાથી વેપારમાં તો વધારો થશે જ, સાથે ગ્લોબલ સપ્લાય ચેઇનને પણ નવો ટેકો મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ ડિલ ફક્ત વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યે બંને પક્ષોની સહિયારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.

vtv app promotion

આ પણ વાંચો: ભારત અને EU વચ્ચે આજે 'મધર ઓફ ઑલ ડીલ', નાણા મંત્રાલયે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું - ભારત-EU ટ્રેડ ડિલ પર વાટાઘાટો સંપૂર્ણ વિશ્વાસના વાતાવરણમાં થઈ રહી છે. આ કરારથી ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો થશે અને બંને પ્રદેશોના લોકો માટે નવી તકો ઉભી થશે. સર્વિસ સેક્ટરમાં પણ વિસ્તાર થશે, અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પરસ્પર વિશ્વાસ વધુ ગાઢ બનશે. પીએમ મોદીના મતે, આ કરાર ભારત અને યુરોપિયન યુનિયન બંને માટે આર્થિક અને વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સાબિત થશે.

ભારત-EU ટ્રેડ ડિલની જાહેરાત પહેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારત સાથેના લાંબા સંબંધોની પ્રશંસા કરી. તેમણે લખ્યું કે, "ભારત અમર રહે. યુરોપ અને ભારત વચ્ચેની મિત્રતા અમર રહે." આ દરમિયાન, અમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી રહી છે, જ્યાં ટ્રમ્પના મંત્રીએ કહ્યું છે - "યુરોપ પોતાની જ સામે યુદ્ધને ફંડ કરી રહ્યું છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi India EU Free Trade Agreement India EU Trade Deal

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ