બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 PM, 8 August 2025
Huma Qureshi Cousin Asif Murder Case: દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ખૂબ જ ઓછી ઉંમરના બે યુવકોએ એક ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે. નિઝામુદ્દીન વિસ્તારમાં અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી. એવું કહેવાઈ રહ્યું છે કે પાર્કિંગ વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી. પરિજનોએ પણ એમ જ જણાવ્યું છે જે આરોપી ભાઈઓ અને મૃતક આસિફ વચ્ચે પહેલા પણ ઝઘડાઓ થઈ ચુક્યા હતા.
ADVERTISEMENT
Delhi | A man, Asif Qureshi S/o Ilyas Qureshi, r/o Bhogal, Jangpura, aged 42 years, was murdered on 07/8/25 at around 10.30 pm following an altercation with the accused over the issue of parking of a scooter belonging to the accused. During the altercation, one of the accused…
— ANI (@ANI) August 8, 2025
હત્યાના આરોપમાં આસિફના બે પાડોશી યુવકો ગૌતમ અને ઉજ્જવલની ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈઓ છે - મોટો ભાઈ ઉજ્જવલ 19 વર્ષીય છે અને નાનો ભાઈ ગૌતમ એના કરતા એક વર્ષ નાનો છે. એવું કહેવાઈ રહ્યું છે કે મોટા ભાઈ ઉજ્જવલે સૌથી પહેલા આસિફ પર હુમલો કર્યો અને પછી ગૌતમે તેનો સાથ આપુઓ. લોહીથી લથબથ આસિફને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.
ADVERTISEMENT
Huma Qureshi's cousin Asif falls prey to the mob culture over a scooter parking dispute in Jangpura Bhogal Bazaar Lane area of Delhi's Nizamuddin.
— D (@Deb_livnletliv) August 8, 2025
Two accused, identified as Ujjwal (19) and Gautam (18), have been arrested.#Delhi #HumaQureshipic.twitter.com/HfTTaEFv1e
42 વર્ષીય આસિફ કુરેશી અને ઉજ્જવલ-ગૌતમનું ઘર જંગપુરા ભોગલની ચર્ચ લેનમાં છે. બંને પાડોશી છે. પહેલા પણ તેમના વચ્ચે ઘણીવાર નાની-નાની વાતોને લઈને ઝઘડો થઈ ચુક્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાતે લગભગ 10:30 વાગ્યે આરોપીઓએ પોતાના સ્કુટરને આસિફના ઘરની બહાર પાર્ક કરી દીધું હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બંને ભાઈઓ આસિફને જમીન પર પાડીને મારી રહ્યા છે જયારે કેટલાય લોકો વચ્ચે પડીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
ADVERTISEMENT

આસિફે સ્કૂટર હટાવવાનું કહ્યું તો ઉજ્જવલની સાથે તેની દલીલ થવા લાગી. આ દરમિયાન તેનો ભાઈ પણ ત્યાં આવી ગયો. ત્રણેય વચ્ચે વાત વધી ગઈ, ઊંચા અવાજે ઉગ્ર દલીલો થઈ, મારામારી થઈ. ઘણા લોકો વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન આસિફના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઘણીવાર ઘા કરવામાં આવ્યા. આસિફની પત્નીએ કહ્યું કે તેના પતિએ પાડોશીઓને સ્કૂટર હટાવવાનું કહ્યું હતું જેના પર વિવાદ થયો હતો. પરિજનોએ એમ પણ કહ્યું કે બંને પાડોશીઓએ વચ્ચે પહેલા પણ ઝઘડો થાયો હતો અને બબાલ ચાલતી રહેતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: દોડતી બસ પર ઝાડ પડતાં 5 લોકોના મોત, મહિલા બોલી, 'અહીં જિંદગીનો સવાલ વીડિયોની પડી છે'
આસિફ કુરેશીની હત્યા પર આમ આદમી પાર્ટીએ દિલ્હીની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉભા કરીને કહ્યું કે પોલીસને તો તેમની પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં લગાવી દીધી છે. પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીમાં સતત અપરાધ વધી રહ્યા છે. તાજેતરમાં જ સાંસદ સાથે ચેન સ્નેચિંગનો કેસ થયો. સ્નેચિંગ તો હવે એકદમ સામાન્ય છે. સતત હત્યાઓ, બળાત્કાર, લૂંટ, ઘરમાં ઘૂસીને હત્યા, વડીલોની હત્યા જેવી ઘટનાઓ સતત બની રહી છે. કારણ કે દિલ્હીની પોલીસ હોય કે કોઈ બીજી એજન્સી એમને એક જ કામ આપવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.