ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે

નેશનલ / અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે

Published By: Priyankka Triveddi

Last Updated: 06:19 AM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલી અટારી-વાઘા બોર્ડર પર પરેડ ફરી શરૂ થઈ ગઈ છે. જોકે નવા સુરક્ષા પગલાંના ભાગરૂપે તેમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

Retreat ceremony at attari border: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને તણાવ ઓછો થઈ રહ્યો છે. તો ફરી એકવાર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અટારી બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે પહેલા અને હવેની સરખામણીમાં તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

નવા ફેરફાર હેઠળ ન તો દરવાજો ખોલવામાં આવશે અને ન તો બંને દેશોના કમાન્ડરો હાથ મળાવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ આ સરહદ બંધ કરી દેવામાં આવી હતી.

આ નિર્ણય અંગે એવું કહેવામાં આવ્યું હતું કે અટારી બોર્ડર પર આયોજિત રીટ્રીટ સમારોહ દેશની સરહદ સુરક્ષાનું પ્રતીકાત્મક પ્રદર્શન છે. જેમાં ધ્વજ ઉતારવાની કવાયતનું વિશેષ મહત્વ છે. આ પરંપરાગત પ્રદર્શન જોવા માટે લોકોમાં સ્વાભાવિક ઉત્સાહ છે. આ સમારોહ દેશવાસીઓમાં સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતા અને આદરની ભાવના વધારે છે અને તે દેશમાં ગૌરવ અને દેશની સેવા માટે નવી ઉર્જાનો સંચાર કરે છે.

રિટ્રીટ સેરેમનીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જરૂરી સુરક્ષા પગલાં મુજબ આ કવાયતમાં ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ, સરહદી દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પરેડ સંયુક્ત કવાયતનું સ્વરૂપ ધારણ કરી હતી. હવે, પરેડ દરમિયાન દરવાજા બંધ રહેશે અને કવાયત પ્રક્રિયા દરમિયાન કોઈ હાથ મિલાવશે નહીં. ઉપરાંત કોઈપણ પ્રસંગે મીઠાઈ કે ભેટની આપ-લે થશે નહીં.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર, 8માં પગાર પંચના અમલ પછી આટલા રૂપિયા વધશે પગાર

app promo3

ઓપરેશન સિંદૂર પછી આ પ્રદર્શન પ્રેક્ષકો માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. હાલના સંજોગોમાં, સરહદ સુરક્ષા દળનો આ કાર્યક્રમ ફરીથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી દેશભક્તિના આ અનોખા પ્રદર્શન દ્વારા સુરક્ષા દળો અને જનતા વચ્ચેનું બંધન મજબૂત બનાવી શકાય અને સરહદ સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retreat ceremony Attari-Wagah border ceremony India-Pakistan border

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ