બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભયાનક વિસ્ફોટ, 7 લોકોના મોત અને 30 ઘાયલ

જમ્મુ કાશ્મીર / જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભયાનક વિસ્ફોટ, 7 લોકોના મોત અને 30 ઘાયલ

Last Updated: 06:32 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકના નમૂના તપાસ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો, જેમાં બે પોલીસકર્મીઓના મોત અને 13 ઈજાગ્રસ્ત થયા છે.

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાંથી શુક્રવારની અર્ધરાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા મોટા પ્રમાણના વિસ્ફોટકના નમૂના તપાસવાની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા આ વિસ્ફોટમાં 7 પોલીસકર્મીઓનું દુખદ અવસાન થયું છે. જ્યારે 13 કર્મચારીઓ જખ્મી થયા છે.

વિસ્ફોટમાંથી મળેલી માહિતી અનુસાર, વિસ્ફોટ સ્થળથી આશરે 300 ફૂટ દૂર માનવ શરીરના ભાગો મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અનુસાર વિસ્ફોટ પછી ધુમાડો અને જ્વાળાઓ આકાશમાં ઉછળતી દેખાય છે.

શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અને ૩૦ ઘાયલો હોસ્પિટલમાં જીવ માટે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. કાટમાળ નીચે હજુ પણ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આગ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચા હતા. સતત નાના વિસ્ફોટોને કારણે બચાવ ટીમોને લગભગ એક કલાક સુધી અંદર જવા માટે સંઘર્ષ કરવો પડ્યો.

IED કાવતરું કે બેદરકારી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ એજન્સીઓ બે મુખ્ય પાસાંઓથી ઘટનાની તપાસ કરી રહી છે.

બેદરકારીનો મુદ્દો: 

એવી શંકા છે કે પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવેલ લગભગ 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી મેજિસ્ટ્રેટની હાજરીમાં સીલ કરવામાં આવી રહી હતી ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો.

સ્થળ પરથી મળેલા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક નિવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના અંદરથી જ વિસ્ફોટ થયો હતો. ધડાકા બાદ ધુમાડાના ગોટાળા, આગની લપસાટ અને ચીખપુકારોથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો. ઝડપથી એંબ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના દેશના રાજધાની દિલ્હીમાં થોડાં દિવસો અગાઉ એક કાર-બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાની ઘટના બાદ બની છે, જેને કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે આતંકી હુમલો ગણાવ્યો હતો. સતત બની રહેલી આવી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.

અધિકારીઓએ જણાવ્યું કે નૌગામ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી તપાસ દરમિયાન જ આ અણધારી દુર્ઘટના બની. ફરીદાબાદમાં એક ભાડે લીધેલા મકાનમાંથી જપ્ત કરાયેલી આશરે 360 કિલો જેટલી વિસ્ફોટક સામગ્રીને ફોરેન્સિક પરીક્ષણ માટે ભાગભાગે લાવવામાં આવી હતી. આ સામગ્રી આતંકી મોડીયૂલ સાથે જોડાયેલી હતી, જેમાં ડૉ. મુઝમ્મિલ ગનઈ સહિત કુલ આઠ લોકોની ધરપકડ થઈ છે.

તપાસમાં હજુ સુધી સ્પષ્ટ નથી કે આખું 360 કિલો વિસ્ફોટક નૌગામ પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ 19 ઑક્ટોબરે દાખલ કરાયેલી સફેદ-કોલર ટેરર મોડીયૂલની FIR બાદથી આ સ્ટેશન સંવેદનશીલ ગણીને વધારાની સુરક્ષા હેઠળ હતું. એવામાં આ વિસ્ફોટે અનેક સવાલો ઉભા કર્યા છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સખત સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે પરિસરને સીલ કરી દીધું છે અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે ફોરેન્સિક નિષ્ણાતોએ વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સ્ટેશનની અંદર અનેક જગ્યાએ મોટું નુકસાન નોંધાયું છે.

વધુ વાંચો: ભાજપ અને ચિરાગ પાસવાનની પાર્ટીનું રેકોર્ડ પ્રદર્શન, JDU વગર NDA 122 સીટને પાર

vtv app promotion

આકસ્મિક વિસ્ફોટનાં કારણો શું હોઈ શકે, સામગ્રીની હેન્ડલિંગમાં કોઈ ભૂલ રહી હતી કે નહીં અને આ ઘટના પાછળ કોઈ શંકાસ્પદ તત્વ સંકળાયેલું છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે હજુ કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આતંકી મોડીયૂલની તપાસ વચ્ચે આવો વિસ્ફોટ સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ઊભા કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NowgamPoliceStation SrinagarBlast KashmirNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ