બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / Politics / નોર્થ મુંબઈ, જ્યાં છેલ્લાં 20 વર્ષથી હતો શિવસેનાનો દબદબો, ત્યાં લહેરાયો ભાજપનો કેસરિયો
Last Updated: 05:10 PM, 16 January 2026
BMC Election Results : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. મુંબઈ BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ એક થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે હવે ચૂંટણીના પરિણામોએ અનેક રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. વાસ્તવમાં મુંબઈ સહિત રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચાલી રહેલી મતગણતરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો આપ્યા છે. ખાસ કરીને મુંબઈ મહાનગરપાલિકાના પરિણામો ઘણા માટે આશ્ચર્યજનક સાબિત થયા છે. લાંબા સમયથી જ્યાં શિવસેનાનો દબદબો હતો, ત્યાં હવે ભાજપે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
ADVERTISEMENT
એક સમયે 'ઠાકરે'નો ગઢ કહેવાતો પણ હવે...
ઉત્તર મુંબઈનો એક વિસ્તાર, જે છેલ્લા બે દાયકાથી શિવસેના માટે સુરક્ષિત માનવામાં આવતો હતો, ત્યાં આ વખતે રાજકીય ચિત્ર બદલાતું જોવા મળ્યું છે. વોર્ડ નંબર 19 જે સતત 20 વર્ષથી શિવસેનાના કબ્જામાં હતો, તે હવે ભાજપના હાથમાં ગયો છે. આ જીત માત્ર એક બેઠકની નથી, પરંતુ તે બદલાતા મતદારોના મનની પણ ઝલક આપે છે.
ADVERTISEMENT
ભાજપના ઉમેદવાર દીક્ષા કવઠણકરે શિવસેના ઠાકરે જૂથની ઉમેદવાર લીના ગુઢેકરને હરાવીને મહત્વપૂર્ણ જીત મેળવી છે. ગુઢેકર પરિવારનું આ વિસ્તારમાં લાંબા સમયથી રાજકીય પ્રભુત્વ રહ્યું છે. લીના ગુઢેકરની માતા શુભદા ગુઢેકર ત્રણ વખત કોર્પોરેટર રહી ચૂકી છે અને સ્થાનિક સ્તરે તેમનું કામ લોકપ્રિય માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારનું મજબૂત કાર્યકર્તા નેટવર્ક હોવાના કારણે આ બેઠક પર શિવસેનાની જીત લગભગ નક્કી માનવામાં આવતી હતી. પરંતુ ભાજપે અહીં રમત પલટાવી દીધી.

ADVERTISEMENT
રસપ્રદ બાબત એ છે કે દીક્ષા કવઠણકરના પિતા શ્રીકાંત કવઠણકર અગાઉ શિવસેનામાં હતા અને 2012થી 2017 દરમિયાન કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. બાદમાં આંતરિક મતભેદોના કારણે તેમણે ભાજપમાં જોડાણ કર્યું હતું. આ સ્થાનિક ઓળખ અને અનુભવ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : માતાએ દોડીને ગળે લગાવ્યો... પુત્ર, પતિ અને સાસુ ત્રણેયની બીએમસી ચૂંટણીમાં જીત
ADVERTISEMENT
આ તરફ ઉત્તર મુંબઈના કાંદિવલી, બોરીવલી અને મલાડ જેવા વિસ્તારોમાં ભાજપ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે. અહીં ગુજરાતી, રાજસ્થાની અને ઉત્તર ભારતીય સમાજનું પ્રમાણ વધુ હોવાથી ભાજપને સતત સમર્થન મળતું આવ્યું છે. પરંતુ વોર્ડ નંબર 19 જેવી બેઠક પર જીત મેળવીને ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે શિવસેનાના પરંપરાગત ગઢ પણ સુરક્ષિત રહ્યા નથી. બપોરે 3.45 વાગ્યા સુધી મળેલા આંકડાઓ મુજબ, મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ સૌથી આગળ છે. ભાજપ 92 બેઠકો પર આગળ છે, જ્યારે શિવસેના ઠાકરે જૂથ 60 અને શિવસેના શિંદે જૂથ 26 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ, મનસે અને એનસીપીની હાજરી સીમિત રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.