ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / માતાએ દોડીને ગળે લગાવ્યો... પુત્ર, પતિ અને સાસુ ત્રણેયની બીએમસી ચૂંટણીમાં જીત

મહારાષ્ટ્ર / માતાએ દોડીને ગળે લગાવ્યો... પુત્ર, પતિ અને સાસુ ત્રણેયની બીએમસી ચૂંટણીમાં જીત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 03:28 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMC Result: મહારાષ્ટ્રમાં જલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોલ્હે પરિવારના ત્રણ સભ્યોએ ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે

ADVERTISEMENT

BMC Result, Jalgaon: મહારાષ્ટ્રમાં જલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોલ્હે પરિવારના ત્રણ સભ્યોએ ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં લલિત કોલ્હે જેલમાં હોવા છતાં ચૂંટણી લડ્યો અને જીત્યો છે. પરિવારે ઢોલ અને તાસ સાથે જીતની ઉજવણી કરી અને તેની પત્ની સરિતાએ મતદારોનો આભાર માન્યો હતો.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકના સત્તાનો ફેસલો આજે થઇ રહ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મત ગણતરી ચાલી રહી છે, અને એક પછી એક પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન, જલગાંવથી મહત્વપૂર્ણ અને રસપ્રદ સમાચાર આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, જેના કારણે પરિવાર ઢોલ અને તાસ સાથે જશ્ન મનાવી મતદારોનો આભાર માન્યો છે.

અહીના કોલ્હે પરિવારના લલિત કોલ્હે, સિંધુતાઈ કોલ્હે અને પીયૂષ લલિત કોલ્હેએ નગર નિગમ ચૂંટણીમાં જીત મેળવી છે. ખાસ વાત એ છે કે લલિત કોલ્હે જેલમાં બંધ હોવા છતાં પણ ચૂંટણી લડી અને જીત મેળવી છે. ત્રણેય ઉમેદવારો મહાયુતિની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે.

એક વીડિયોમાં લલિત કોલ્હેની પત્ની, સિંધુતાઈ કોલ્હેની વહુ અને પીયૂષ લલિત કોલ્હેની માતા ખુશીથી તેમના પુત્રને ગળે લગાવીને નાચતી જોવા મળી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય, શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય

લલિત કોલ્હેની પત્ની સરિતા કોલ્હેએ જીત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના પતિ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આજે મતદારોએ વોટ આપીને જેલના દરવાજા તોડી દીધા અને આશીર્વાદ આપ્યા છે. ભાવુક થઈને સરિતા કોલ્હેએ કહ્યું કે તેમના પુત્ર, પતિ અને સાસુ ચૂંટણી જીતી ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે લલિતની ધરપકડ પછી તેમણે ચપ્પલ પહેર્યા નથી અને પ્રણ લીધા છે કે તેમના પતિ ઘરે પાછા ફર્યા પછી જ ચપ્પલ પહેરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BMC Elections Jalgaon Result BMC Result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ