બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:34 PM, 19 October 2020
ADVERTISEMENT
ઝારખંડમાં રહેતા વિમલા મુંડાએ કરાટેમાં ઘણાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે પોતાના વિસ્તારને ઓળખ પણ અપાવી છે. પરંતુ, હાલ વિમલા મુંડાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ 'દેસી દારૂ'નું વેચાણ કરી રહ્યા છે.
મજબૂરીમાં ચોખાની બીયર વેચી રહ્યા છે કરાટે ચેમ્પિયન
ADVERTISEMENT
વર્ષ 2011ની વાત છે. જ્યારે તેમણે 34મા નેશનલ સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આજે હવે તેઓ સરકાર તરફથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે. તેઓ અત્યાર સુધી 'દેસી દારૂ'નું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં ગરીબી હોવા છતાં તેમણે સ્પોર્ટ્સમાં રુચિ લીધી અને તેમાં આગળ વધ્યા. તેમણે પોતાના રાજ્ય માટે એવોર્ડ જીત્યા. પરંતુ, તેઓને હજુ સુધી નોકરી નથી મળી. લોકડાઉન દરમિયાન તેમણે ઘણાં કરાટે પ્લેયર્સને કોચિંગ આપવાની શરૂઆત કરી પણ બાદમાં તે બંધ કરવું પડ્યું. પરિવાર ચલાવવા માટે હવે તેઓ મજબૂરીમાં ચોખાની બીયર વેચી રહ્યા છે. તેઓ કોમર્સ ગ્રેજ્યુટ છે.
ઝારખંડના CM આવ્યા મદદે
.@DC_Ranchi अविलंब संज्ञान लें एवं खेल सचिव से समन्वय स्थापित कर बहन विमला को हर तरह की मदद पहुँचाते हुए सूचित करें।
— Hemant Soren (घर में रहें - सुरक्षित रहें) (@HemantSorenJMM) October 18, 2020
साथ ही राज्यवासियों को बताना चाहूँगा की हमारी आगामी खेल नीति के क्रियान्वित होने पर खिलाड़ियों का भविष्य संवरेगा। https://t.co/1zLRrFKRjr
હાલ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કરાટે પ્લેયર વિમલા મુંડાની ખરાબ આર્થિક સ્થિતિની ગંભીર રીતે નોંધ લીધી છે. તેમણે સ્પોર્ટ્સ સચિવને આદેશ આપ્યો છે કે વિમલાને શક્ય તમામ મદદ કરવામાં આવે. તેમણે ટ્વિટરના માધ્યમથી આ વાતની જાણકારી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT