ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Politics / "દુસ્સાહસ કરશો તો...", મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી
Last Updated: 05:43 PM, 2 April 2026
ADVERTISEMENT
Elections 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતાં આપણા પડોશમાં રહેલો કોઈપણ દેશ દુસ્સાહસ કરવાની હિંમત કરી શકે છે. જો તેઓ હિંમત કરે તો ભારતની કાર્યવાહી એટલી મોટી હશે કે તેની કોઇ મિસાલ નહી હોય.
ADVERTISEMENT
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારતે તેના પાડોશી દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે ચેતવણી આપી હતી કે જો આ વૈશ્વિક અસ્થિરતાનો લાભ લઈને કોઈ દુસ્સાહસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારતનો જવાબ અભૂતપૂર્વ હશે.
રાજનાથસિંહએ કેરળની ધરતી પરથી ગર્જના કરી
ADVERTISEMENT
ચૂંટણી પહેલા કેરળમાં આયોજિત લશ્કરી સન્માન પરિષદને સંબોધતા સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિસાન સાધ્યુ હતું. તેમણે કહ્યું "વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતાં આપણા પડોશમાં રહેલો કોઈપણ દેશ દુસ્સાહસ કરવાની હિંમત કરી શકે છે. જો તેઓ હિંમત કરે તો ભારતની કાર્યવાહી એટલી કઠોર અને નિર્ણાયક હશે જેની કોઇ મિશાલ નહી હોય. યાદ રાખો, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યસભાના ઉપનેતા પદ પરથી રાઘવ ચઢ્ઢાને દૂર કરવા પર સંજયસિંહની પહેલી પ્રતિક્રિયા: "જે કંઈ હોય..."
રક્ષા મંત્રીએ ઈરાન યુદ્ધને કારણે ઉર્જા સંકટ અને વૈશ્વિક તણાવ અંગે રાષ્ટ્રને ખાતરી આપી. તેમણે કહ્યું, "ભારતીય નૌકાદળના જહાજો હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ માર્ગો દ્વારા દેશના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરી રહ્યા છે." તેમણે પેટ્રોલ, ડીઝલ અથવા ગેસની અછતના અહેવાલોને માત્ર અફવાઓ ગણાવીને ફગાવી દીધા. તેમણે કહ્યું કે ભારત કોઈપણ ઉર્જા સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ