બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:13 AM, 6 July 2025
Noida Crime Story : તાજેતરમાં અનેક વાર સંબંધોને લજવતા કિસ્સાઓ સામે આવતા હોય છે. આ તરફ હવે ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક પરિણીત પ્રેમીએ તેની પ્રેમિકા જે તેની મામી હતી તેની હત્યા કરી દીધી. બંને લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. હત્યાના થોડા કલાકો પછી શનિવારે પોલીસે ગોળીબાર બાદ આરોપીની ધરપકડ કરી હતી. મામી અને ભાણિયો છેલ્લા આઠ વર્ષથી રિલેશનશિપમાં હતા. મહિલાને ત્રણ બાળકો છે, જ્યારે પ્રેમી પણ ચાર બાળકોનો પિતા છે.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર મુકીમ તેની પત્ની અને ચાર બાળકો સાથે દાદરીના મેવાટિયાં મોહલ્લામાં રહે છે. મુકીમ ગ્રેટર નોઈડા વિસ્તારમાં વેલ્ડરનું કામ કરે છે. મુકીમના મામા દાદરી કોતવાલી વિસ્તારના લુહારલી ગામમાં રહે છે. તેના મામાના ઘરે જતા હતા ત્યારે તેણે તેની મામી શબનમ સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો. આ પછી બંને ગ્રેટર નોઈડા વેસ્ટના હૈબતપુરમાં ભાડાના મકાનમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. મુકીમે આ બાબતે તેની પત્ની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું. મુકીમની પત્ની શબનમને પોતાની સાથે રાખવાનો વિરોધ કરવા લાગી. બીજી તરફ પ્રેમિકા શબનમે પણ બોયફ્રેન્ડ પર તેની પત્નીને છોડી દેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.
બંને બાજુથી ઘેરાયેલા મુકીમે તેની પ્રેમિકા શબનમને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. આ માટે તેણે લગભગ 15 દિવસ પહેલા કુલેસરામાં નિર્માણ વિહાર કોલોનીમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. શુક્રવારે મુકીમ અને શબનમ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન મુકીમે છરી વડે શબનમનું ગળું કાપીને હત્યા કરી હતી. આ પછી તે ફરાર થઈ ગયો. અવાજ સાંભળીને પડોશીઓએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શબનમનો મૃતદેહ ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પોલીસે તાત્કાલિક શબનમના પરિવારને ઘટનાની જાણ કરી. શબનમનો પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયો. શબનમના દીકરાએ આરોપી મુકીમ સામે હત્યાનો કેસ નોંધ્યો. પોલીસે તાત્કાલિક મુકીમની શોધ શરૂ કરી.
ADVERTISEMENT

સેક્ટર ઇકોટેક-3 પોલીસ ટીમે શનિવારે સવારે ચૌગનપુર ચોકડી પાસે એન્કાઉન્ટર દરમિયાન હત્યાના આરોપી મુકીમને પકડી પાડ્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન પગમાં ગોળી વાગવાથી તે ઘાયલ થયો હતો. પોલીસે આરોપી પાસેથી બાઇક, પિસ્તોલ અને છરી જપ્ત કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
ADVERTISEMENT
બાળકોના વિરોધને કારણે આ ઘટનાને અંજામ
પોલીસના જણાવ્યા અનુસાર મુકીમ અને શબનમ છેલ્લા આઠ વર્ષથી રિલેશનશિપમાં હતા. મુકીમને ચાર બાળકો છે અને શબનમને ત્રણ બાળકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શબનમને તેના પતિએ લગભગ આઠ વર્ષ પહેલા છૂટાછેડા આપી દીધા હતા. આ પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. બંને પોતાના બાળકોને છોડીને લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા પરંતુ હવે બંનેના બાળકો આનો વિરોધ કરવા લાગ્યા. પરિવારમાં સતત વિરોધને કારણે મુકીમે શબનમથી છૂટકારો મેળવવા માટે તેની હત્યાનું કાવતરું ઘડ્યું.
ADVERTISEMENT
શું કહ્યું ડીસીપીએ ?
ADVERTISEMENT
સેન્ટ્રલ નોઈડાના ડીસીપી શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું હતું કે, પોતાની પ્રેમિકાની હત્યા કરનાર આરોપીની છ કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેની પત્ની અને બાળકોએ વાંધો ઉઠાવ્યો ત્યારે આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.