ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે સુપ્રીમ કોર્ટમાં OBCને મળશે અનામત, CJI એ 64 વર્ષ જૂના નિયમમાં કર્યો સૌથી મોટો ફેરફાર

નેશનલ / હવે સુપ્રીમ કોર્ટમાં OBCને મળશે અનામત, CJI એ 64 વર્ષ જૂના નિયમમાં કર્યો સૌથી મોટો ફેરફાર

Published By: Priykant Shrimali

Last Updated: 10:41 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Reservation : ૩ જુલાઈના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો (સેવાની શરતો અને આચાર) નિયમો, 1961 માં કલમ 146(2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવ્યો છે

ADVERTISEMENT

Supreme Court Reservation : ભારતની સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત તેના કર્મચારીઓની ભરતીમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પગલું ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના નેતૃત્વમાં લેવામાં આવ્યું છે. 3 જુલાઈના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો (સેવાની શરતો અને આચાર) નિયમો, 1961 માં કલમ 146 (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવ્યો છે.

સુધારેલા નિયમ 4A મુજબ, સીધી ભરતીમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગો (OBC), દિવ્યાંગો, ભૂતપૂર્વ સૈનિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના આશ્રિતો માટે અનામત ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓ અને આદેશો અનુસાર લાગુ પડશે.

હવે જાણો અત્યાર સુધી શું હતું?

અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના સ્ટાફ નિમણૂકોમાં ફક્ત SC/ST માટે અનામતની જોગવાઈ હતી. OBC માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી. આ પહેલીવાર છે જ્યારે OBC શ્રેણીના ઉમેદવારોને પણ કોર્ટ સ્ટાફ નિમણૂકોમાં તકો મળશે. નવી અનામત પ્રણાલી ખાલી જગ્યા આધારિત નહીં પણ પોસ્ટ-આધારિત હશે. આ પ્રણાલી 1995માં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચના પ્રખ્યાત આર.કે. સભરવાલ વિરુદ્ધ પંજાબ રાજ્યના નિર્ણય પર આધારિત છે.

આ પણ વાંચો : 10 કલાકની શિફ્ટ અને અડધા કલાકની બ્રેક, કામને લઈને આ સરકારે લીધો મોટો નિર્ણય

નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, અનામત વાર્ષિક ખાલી જગ્યાઓના આધારે નહીં પણ પોસ્ટ અનુસાર નક્કી થવી જોઈએ. સીધી ભરતી અને પ્રમોશન માટે અલગ રોસ્ટર હોવા જોઈએ. એકવાર અનામત શ્રેણીને કોઈ પદ ફાળવવામાં આવે પછી ભલે તે વ્યક્તિ નિવૃત્ત થાય તો પણ તે કાયમી ધોરણે તે જ શ્રેણીમાં રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BR Gavai OBC Reservation Supreme Court

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ