બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની દીકરીઓ માટેની યોજના જાણવા જેવી

કામની વાત / આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની દીકરીઓ માટેની યોજના જાણવા જેવી

Last Updated: 12:20 PM, 24 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Girl Child day: દર વર્ષે 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દીકરી માટે કેટલીક યોજના અને સ્કીમ જાહેર કરી છે જે જાણવી ખુબ જરૂરી છે. ચાલો આજના ખાસ દિવસે જાણીએ તે યોજનાના લાભ અને ફાયદા વિશે..

National Girl Child day: દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઊજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2008માં આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરી હતી. દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજના સમયમાં બાળકોના ભણતર અને લગ્નમાં ખૂબ જ ખર્ચો થાય છે. મોંઘવારીના સમયમાં દીકરીનું ભવિષ્ય સુંદર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક લાભદાયક યોજના છે જે તમારે અચુક જાણવી જોઈએ.

ગુજરાત સરકારી વહાલી દીકરી યોજના

સોપ્રથમ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, જેને 'ડિયર ડોટર સ્કીમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો આ યોજનામાં કેટલી સહાય મળશે. આ યોજના દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી અમલી બનાવવામાં આવી છે.

આ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે

આ યોજના તારીખ 02/08/2019 (તા.01/08/2019 મધ્યરાત્રી 12:00 કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 2.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

યોજના દ્વારા મળશે આટલી સહાય

આ યોજના દ્વારા દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000ની, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6૦૦૦ની અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર છે. આ યોજના વિશેની જાણકારી સત્તાવાર વેબસાઈટ https://wcd.gujarat.gov.in પર જોઈ શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

દરેક માતા પિતાને દીકરીના શિક્ષણ ફીથી લઈને લગ્નના ખર્ચ સુધીની ચિંતા હોય છે. ત્યારે માતા-પિતાની આ ચિંતાઓને દૂર કરવા સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) છે જે ભવિષ્યમાં તમારી પુત્રીને નાણાકીય સુરક્ષા આપે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?

બેટી બચાવો, બેટી પઢાવો પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ અને લગ્નને સમર્થન આપવાનો છે. માતા-પિતા અથવા વાલીઓ તેમની 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે SSY ખાતું ખોલાવીને તેમના ભવિષ્ય માટે બચત કરવાનું શરૂ કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો

આ યોજનામાં હાલમાં 8.2 ટકાના વ્યાજ દર ઓફર કરે છે, જે નાની બચત યોજનાઓ માટે સૌથી વધુ છે. આ ઉપરાંત આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાતપાત્ર છે. એસએસવાયમાં લઘુત્તમ વાર્ષિક રૂપિયા 250 અને મહત્તમ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં નિયમિતપણે રોકાણ કરીને, માતા-પિતા ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે 15 વર્ષમાં રૂપિયા આશરે 25 લાખથી વધુની બચત કરી શકે છે.

SSYમાં મેચ્યોરિટી પીરિયડ

SSY યોજનામાં ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ થાય છે અથવા જો છોકરી 18 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે. થાપણો માત્ર પ્રથમ 15 વર્ષ માટે જરૂરી છે, જ્યારે ખાતામાં પાકતી મુદત સુધી વ્યાજ મળતું રહે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના

કેન્દ્ર સરકાર દ્વારા દિકરીઓના જીવનધોરણને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આવી જ એક યોજના બાલિકા સમૃદ્ધિ યોજના (Balika Samridhi Yojana) છે.

આ યોજના દ્વારા સરકાર કન્યાઓને જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી આર્થિક સહાય પૂરી પાડે છે.

આ દીકરીઓને મળવાપાત્ર લાભ

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા સમૃદ્ધિ યોજના વર્ષ 1997માં કન્યાઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતી એટલે કે BPL પરિવારોમાં જન્મેલી દીકરીઓને આપવામાં આવે છે.

ડિલિવરી પછી મળે છે આર્થિક સહાય

આ યોજનામાં સૌ પ્રથમ દીકરીના જન્મ પર પ્રસુતિ (Delivery) પછી માતાને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પછી, ધોરણ 10 સુધી દીકરીના શિક્ષણ માટે સરકાર દ્વારા દરેક તબક્કે થોડાક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

દીકરીઓને મળે છે આટલી સહાય

બાલિકા સમૃદ્ધિ યોજનામાં ધોરણ 1થી 3 સુધી દર વાર્ષિક 300, ધોરણ 4 માટે 500, ધોરણ 5 માટે 600, ધોરણ 6 અને 7 માટે વાર્ષિક 700, ધોરણ 8 માટે વાર્ષિક 800 તેમજ ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 1000 રૂપિયા સહાયતા મળે છે.

યોજનાનો લાભ કેવી રીતે લેવો?

આ યોજનાનો લાભ લેવા માટે માતા-પિતા કે વાલીઓએ નજીકના આંગણવાડી કેન્દ્ર અને આરોગ્ય સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ફોર્મ મેળવી શકે છે. ગ્રામીણ અને શહેરી લાભાર્થીઓ માટેના ફોર્મ અલગ-અલગ હોય છે.

CBSE ઉડાન યોજના

આજે પણ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં દીકરીઓ કરતાં દીકરાઓની સંખ્યા વધુ છે. સરકારે આ અંતરને દૂર કરવા માટે CBSE ઉડાન યોજના શરૂ કરી છે. જેમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓમાં દીકરીઓના પ્રવેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો : રેલવેની ગજબ સ્કીમ! પહેલા મુસાફરી કરો પછી પૈસા આપો, આ રીતે લો લાભ

દીકરીઓને ટેબ્લેટ માટે આર્થિક સહાય આપે છે

આ યોજના હેઠળ, હજારો દીકરીઓને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે મફત સહાય આપવામાં આવે છે. તેમને ઓનલાઈન પોર્ટલ દ્વારા અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવે છે જેમાં તેમને વિડિઓઝ દ્વારા પણ અભ્યાસ શીખવવામાં આવે છે. ઉપરાંત, આ યોજના હેઠળ, ભારતભરના 60 કેન્દ્રો પર વર્ચ્યુઅલ વર્ગો યોજવામાં આવે છે. આમાં દીકરીઓને ટેબ્લેટ ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ઉપરાંત, અભ્યાસ દરમિયાન ઉદ્ભવતી કોઈપણ સમસ્યાનું નિરાકરણ થાય છે.

વધુ વાંચો : અટલ પેન્શન યોજનામાં મળશે બમણા રૂપિયા! બજેટમાં નાણામંત્રી કરી શકે મોટી જાહેરાત

કોણ લાભ લઈ શકે?

આ યોજનાનો લાભ લેવા માટે, દીકરીઓએ નવોદય સ્કૂલ, સેન્ટ્રલ સ્કૂલ અથવા રાજ્યની કોઈપણ સરકારી શાળા અથવા CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરવા જેવા ચોક્કસ માપદંડો પૂર્ણ કરવા પડશે. આ સાથે, ધોરણ 10માં ઓછામાં ઓછા ૭૦ ટકા ગુણ હોવા ફરજિયાત છે અને વિજ્ઞાન અને ગણિત વિષયોમાં 80 ટકા ગુણ હોવા પણ જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે, કોઈપણ દીકરીની કૌટુંબિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National Girl child day Government yojana Rastriya Balika diwas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ