બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેની ગજબ સ્કીમ! પહેલા મુસાફરી કરો પછી પૈસા આપો, આ રીતે લો લાભ
Last Updated: 11:08 PM, 23 January 2025
ટ્રેન પ્રવાસ પર સુગમ અને આનંદદાયક બનાવવા માટે રેલવે અવારનવાર એકથી વધીને એક પગલાં ભરી રહ્યું છે. તાજેતરમાં જ રેલવેએ વધુ એક નવી સ્કીમ શરૂ કરી છે જેનાથી યાત્રીઓને પ્રવાસ વધારે સરળ થશે.
ADVERTISEMENT
જો તમે ટ્રેનથી પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છો પરંતુ ટિકિટ બુક કરતી વખતે તમારી પાસે પૂરતા પૈસા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ભારતીય રેલવેએ એક નવી સ્કીમ શરૂ કરી છે, જેનું નામ છે "બુક નાઉ, પે લેટર"(Book Now, Pay Later).
ADVERTISEMENT
આ સ્કીમ હેઠળ તમે કોઈ પણ કિંમત ચૂકવ્યા વિના ટિકિટ બુક કરી શકો છો અને ટિકિટની સંપૂર્ણ કિંમત 14 દિવસની અંદર કરી શકો છો. જો તમે સમય પર ચુકવણી કરો છો, તો કોઈ વધારાનો ચાર્જ નથી લેવામાં આવતો. જોકે ચુકવણીમાં મોડું થાય છે તો તમારે સર્વિસનો 3.5% સર્વિસ ચાર્જ આપવો પડશે.
કેવી રીતે આનો લેવો લાભ
આ સ્કીમનો લાભ લેવા માટે તમારે સૌથી પેહલા પોતના IRTC એકાઉન્ટ પર લોંગ ઇન કરવું પડશે. આ બાદ, 'બુક નાઉ' વિકલ્પ પર ક્લિક કરવું અને પેસેન્જરની માહિતી ભરીને સબમીટ કરવી. આ બાદ પેમેન્ટ પેજ ખુલશે. અહીં તમારે ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે BHIM એપથી પૈસા ચૂકવવાનો ઓપ્શન મળશે.
જો તમે 'પે લેટર' ઓપ્શનનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમારે પહેલા epaylater.in પર જઈને રજીસ્ટર કરવું પડશે. રજીસ્ટર કર્યા બાદ તમને પેમેન્ટ કરવાનો ઓપ્શન મળશે, જેનાથી તમે એડવાન્સ પેમેન્ટ વિના ટિકિટ બુક કરી શકશો.
વધુ વાંચો: પૈસાના બંડલોથી ભરેલો બેડ, બોરી ભરીને ઘરેણાં, DEOના ઘરે દરોડા, મળ્યો 'મલાઈનો માલ'
14 દિવસોમાં કરવું પડશે પેમેન્ટ
જોકે આનું ધ્યાન રાખવું કે ટિકિટ બુક કર્યા બાદ 14 દિવસો અંદર પેમેન્ટ કરવું જરૂરી છે. જો ટાઈમ લિમિટ માં પેમેન્ટ ન કરવામાં આવે તો, કોઈ વધારાનો ચાર્જ નથી લાગતો, પરંતુ જો પેમેન્ટમાં મોડું થયું તો 3.5% સર્વિસ ચાર્જ આપવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.