બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તો શું 62 ટકા લોકોને નહીં મળે કોઈ લોન? શું નવા નિયમોની તમને ખબર છે...

કામની વાત / તો શું 62 ટકા લોકોને નહીં મળે કોઈ લોન? શું નવા નિયમોની તમને ખબર છે...

Nirav Kumar

Last Updated: 10:15 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા "ECL Direction-2026" ના અમલ બાદ બેંકો જોખમી લોન આપવામાં સતર્કતા રાખશે. જેમાં ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે કે ઊંચા વ્યાજ દર લોન લેવી પડશે.

જો તમારો CIBIL સ્કોર 730 કરતા ઓછો હોય તો ભવિષ્યમાં હોમ લોન, ઓટો લોન કે એજ્યુકેશન લોન મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. કેમ કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા "ECL Direction-2026" ના અમલ બાદ બેંકો જોખમી ગ્રાહકોને લોન આપવામાં વધુ સાવધાન રહેશે.

જેમાં બેંકિંગ ક્ષેત્રના એક્સપર્ટ માને છે કે, ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે કે ઊંચા વ્યાજ દર લોન લેવી પડશે. ઘણા કિસ્સાઓમાં, બેંકો વધારાની ગેરંટી કે કોલેટરલની પણ માંગ કરી શકે છે. જેમાં સૌથી મોટી ચિંતા એ છે કે દેશમાં આશરે 62 ટકા લોન અરજદારોનો CIBIL સ્કોર 730 થી ઓછો છે. આમ આવતા વર્ષથી શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો માટે હોમ, ઓટો અને એજ્યુકેશન લોન મેળવવી પડકારજનક બની શકે છે.

  • નવા નિયમો 1 એપ્રિલ 2027થી અમલમાં

RBIનો ‘Expected Credit Loss (ECL) Direction-2026’ 1 એપ્રિલ 2027 થી અમલમાં આવશે. વર્તમાન સિસ્ટમમાં બેંકો લોન NPA બન્યા બાદ તેના માટે જોગવાઈ કરે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે પેદા થાય છે જ્યારે ગ્રાહક 90 દિવસ સુધી હપ્તો ચૂકવવામાં ફેઈલ જાય છે. નવી સિસ્ટમમાં બેંકોએ સંભવિત ડિફોલ્ટ્સની અગાઉથી આગાહી કરવી પડશે અને તે મુજબ ફંડ અલગ રાખવું પડશે. મતલબ કે તેઓ લોન ડિફોલ્ટ થાય તેની રાહ જોશે નહીં. જેમાં એક્સપર્ટ અનુસાર, આ સિસ્ટમ બેંકિંગ ક્ષેત્રના નફા પર દબાણ વધારી શકે છે. જે સંભવત 42,000 કરોડ રૂપિયા સુધીની નફાને અસર કરશે.

  • પ્રીમિયમ ગ્રાહકો પર વધુ ફોકસ

એક્સપર્ટ અનુસાર, નવા નિયમો અમલમાં આવ્યા બાદ બેંકો ડિફોલ્ટના મોટા જોખમનો સામનો કરતા ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ દર વસૂલી શકે છે. તે જ સમયે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને રાહત દર અને સારી શરતો પર લોન મળવાની શક્યતા વધુ બની શકે છે. આથી બેંકો 730 કે તેથી વધુ CIBIL સ્કોર ધરાવતા ગ્રાહકો પર વધુ ફોકસ કરશે. આ ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ ભારતમાં અંદાજે 7 કરોડ ગ્રાહકો છે જેમનો ક્રેડિટ સ્કોર 730 કે તેથી વધુ છે.

hiring vtv 1
  • બેંકો ભવિષ્યના જોખમનું અનુમાન આ રીતે લગાવશે

ECL ફ્રેમવર્કમાં બેંકો બીજા અનેક ઇન્ડિકેટરનું વિશ્લેષણ કરશે. જેમાં કસ્ટમર પેમેન્ટ રેકોર્ડ, CIBIL સ્કોરમાં ફેરફાર, આવકમાં ઘટાડો કે ઇન્સ્ટેબિલિટી, નોકરી ગુમાવવાનું જોખમ, લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો,વર્તમાન લોનનું સ્ટેટસ સહિતના આ ડેટાના આધારે બેંકો ભવિષ્યમાં ડિફોલ્ટની સંભાવના નક્કી કરશે.

  • ડિફોલ્ટ પર વધશે જોગવાઈઓ

નવા નિયમોમાં ડિફોલ્ટની સ્થિતિમાં બેંકોને પહેલા કરતાં વધુ ફંડ અલગ રાખવાની જરૂર પડશે. જેમ કે 25 લાખ રૂપિયાની હોમ લોન પર અત્યારે 30-દિવસના EMI ડિફોલ્ટ માટે આશરે 10,000 રૂપિયાની જોગવાઈ જરૂરી છે, જે વધીને 25,000 રૂપિયા થશે. 31-60 દિવસના ડિફોલ્ટ માટે આ રકમ 10,000 રૂપિયાથી વધીને 1.5 લાખ રૂપિયા થઈ શકે છે. તો 30 દિવસથી વધુના ડિફોલ્ટ માટે હાલમાં 3.75 લાખ રૂપિયાની જોગવાઈ જરૂરી છે જે વધીને 5 રૂપિયા લાખ થશે.

વધુ વાંચો : લગ્ન માટે PFના કેટલા રૂપિયા ઉપાડી શકો? જાણી લેજો નિયમ સહિત સંપૂર્ણ પ્રોસેસ

  • સામાન્ય ગ્રાહકો પર અસર

એક્સપર્ટ અનુસાર, ECL ફ્રેમવર્ક બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા અને જોખમોને વહેલા ઓળખવા તરફ એક મોટું પગલું છે. પણ તે કમજોર ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો પર સીધી અસર કરી શકે છે. આવા ગ્રાહકોએ સમયસર EMI પેમેન્ટ, નિયમિત ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અને ઓછી દેવાની જવાબદારીઓ જાળવવા પર ફોક્સ કરવાની જરૂર પડશે. ભવિષ્યમાં સસ્તા વ્યાજ દર અને સરળ લોન મંજૂરી માટે વધુ સારો CIBIL સ્કોર સૌથી મોટી ચાવી બની શકે છે. જેમાં 1 એપ્રિલ 2027 થી નિયમો અમલમાં આવ્યા બાદ બેંકોની લોન આપવાની સ્ટ્રેટેજીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EMI Payments Bank Loans CIBIL Score
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ