બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 PM, 8 June 2026
Dubai Accident: બસમાં સવાર નવ લોકો ઘાયલ થયા. જેમાંથી પાંચને ગંભીર ઈજાઓ થઈ, જ્યારે ચારને નાની ઈજાઓ થઈ. બધાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સોમવાર (8 જૂન, 2026) ના દુબઈના એમિરેટ્સ રોડ પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અનેક ભારતીય કામદારો સહિત સાત લોકોના મોત થયા. દુબઈ પોલીસની પ્રારંભિક તપાસ મુજબ ટેકનિકલ ખામીને કારણે એક ટ્રક રસ્તાની વચ્ચે ઉભી રહી હતી. પાછળથી આવી રહેલી મિનિબસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. દુબઈમાં ભારતીય દૂતાવાસે એક્સ પર પોસ્ટ કર્યું કે અકસ્માતમાં ભારતીય કામદારના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા છે. જોકે માર્યા ગયેલા ભારતીયોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.
Deeply saddened by the tragic road accident in Dubai that claimed the lives of several Indian workers.
— India in Dubai (@cgidubai) June 8, 2026
Our officials visited the hospital, met the injured Indians, and are working closely with local authorities to provide all possible assistance and support.
Our heartfelt…
ADVERTISEMENT
મૃતકોમાં ભારતીય કામદારો
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે તેના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. તેઓ ઘાયલ ભારતીયોને મળ્યા છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. દૂતાવાસે પણ પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિશ્વ / POKમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો, પાક સેનાએ કર્યો ગોળીબાર, 26 લોકોના મોત
ADVERTISEMENT
દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે, "બસમાં સવાર નવ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે ચાર અન્ય લોકોને નાની ઈજાઓ થઈ હતી. બધાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે." અકસ્માત પછી જાહેર કરાયેલા ફોટામાં દેખાય છે ટક્કર એટલી જોરદાર હતી જેના કારણે મિનિબસના ખુરચા ઉડી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.