બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારે LPG ગેસ સબસિડીના નિયમો બદલ્યા, હવે ફક્ત આટલા સિલિન્ડર પર મળશે છૂટ
Last Updated: 10:44 PM, 8 June 2026
સરકારે ગરીબોને એક ઝટકો આપ્યો છે. જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)માં દેશભરના લાખો પરિવારોને રસોઈ ગેસ પૂરો પાડવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના (PMUY)માં મળતી સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરી દીધો છે. જેમાં લાભાર્થીઓને હવે દર વર્ષે નવને બદલે માત્ર 4 સિલિન્ડર પર સબસિડી મળશે.
ADVERTISEMENT
આ સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારો થવાને કારણે ઇન્ટરનેશનલ સ્તરે LPGના ભાવમાં મોટો વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇન્ટરનેશનલ માર્કેટમાં LPGના ભાવ એટલા વધી ગયા છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની અસલી કિંમત 1600 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. તેમ છતાં સામાન્ય ગ્રાહકોને 14.2 કિલોગ્રામનો સિલિન્ડર માત્ર 942 રૂપિયામાં મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જિઓ પોલિટિકલ તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલા જોખમોને કારણે LPG અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધઘટ થઈ શકે છે. આથી સરકારનો સબસિડીનો બોજ પણ વધી રહ્યો છે. આથી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા લિમિટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પણ સરકારનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં પણ દેશના લાખો ગરીબ પરિવારોને સબસિડીવાળા દરે ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. પણ દર વર્ષે ફક્ત 4 સબસિડીવાળા સિલિન્ડરની મર્યાદા અનેક પરિવારોના ઘરના બજેટને અસર કરી શકે છે, ખાસ કરીને જેઓ માત્ર LPG પર ડિપેન્ડેડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.