બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:10 PM, 23 January 2025
બિહારમાં જિલ્લા શિક્ષા અધિક્ષક (DEO) રજનીકાંત પ્રવીણના ઘરેથી વિજિલન્સ વિભાગે 1.87 કરોડ કેશ, સોનું-ચાંદી અને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ ઝડપ્યા છે. માહિતી અનુસાર જેમ-જેમ તપાસ આગળ વધશે તેમ-તેમ આ લિસ્ટ વધી શકે છે. અહીં વિજીલન્સના દરોડા બાદ શિક્ષણ વિભાગે DEO રજનીકાંત પ્રવીણને સસ્પેન્ડ કરી દીધો છે.
ADVERTISEMENT
DEO રજનીકાંત પ્રવીણ નાલંદા જિલ્લાના નિવાસી છે. નાલંદા જિલ્લાના ગિરિયક પ્રખંડ સ્થિત પોખરપુર ગામમાં તેના પૈતૃક નિવાસ છે. આના પિતા રાધિકા રમણ શિક્ષકમાંથી રિટાયર થયા હતા, ત્યારે તેનો નાનો ભાઈ કુંદન કુમાર બિહારમાં જ BDO ની પોસ્ટ પર છે. દરોડા બાદ ગ્રામીણોએ જણાવ્યું કે રજનીકાંત પ્રવીણે પૈતૃક આવાસ પર છેલ્લા 15 વર્ષોથી લોક મારી રાખ્યું હતું.
बिहार जैसे गरीब राज्य में कैसे सरकारी अधिकारी अमीर होते जा रहे हैं, एक और बानगी सामने है l नोट की तस्वीर भ्रष्टाचार की पूरी कहानी बता रही है. पश्चिम चम्पारण जिला शिक्षा पदाधिकारी रजनीकांत प्रवीण के बेतिया आवास पर विजिलेंस की टीम की छापेमारी में भारी मात्रा में कैश बरामद #Bihar pic.twitter.com/tKOSsFZhjX
— Sumit Jha (@sumitjha86) January 23, 2025
ADVERTISEMENT
15 વર્ષ છે પૈતૃક આવાસ પર લોક
DEO રજનીકાંત છેલ્લા 15 વર્ષોથી પોતાના પૈતૃક આવાસ પર ન બરાબર આવ્યો છે. તેનો પરિવાર પણ અહીં નથી આવતો. ક્યારેક પૂજા-પાઠ માટે તે પૈતૃક આવાસ પર આવે તો પણ માત્ર એક કે બે દિવસ માટે. રજનીકાંતની પત્નીના નામે સ્કૂલની ફ્રેન્ચાઇઝી પણ છે.
ADVERTISEMENT
પત્નીના નામે છે સ્કૂલ
વિજિલન્સની ટીમે DEO રજનીકાંતની પત્ની સુષ્મા કુમારીના સ્કૂલમાં પણ દરોડા પાડ્યા. હજી સુધી ઘણી બેન્કોમાં રજનીકાંત પ્રવીણના ઘણા એકાઉન્ટ, તેની પત્નીના નામ પર 10 બેન્ક એકાઉન્ટ, લૉકર અને FD ની માહિતી સામે આવી છે. આ સિવાય દીકરો અને દીકરીના નામે પણ ઘણી FD સામે આવી છે. દરોડામાં મોટા પ્રમાણમાં ઘરેણા મળ્યા છે, વિભાગીય સ્તરે તેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
Another example of how government officials are becoming rich in a poor state like Bihar is visible.
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) January 23, 2025
Vigilance team raided the Bettiah residence of West Champaran District Education Officer Rajnikant Praveen and recovered huge amount of cash.#Bihar #DEO #Betia #WestChamparan pic.twitter.com/Gue6m9cFLh
કયા-કયા રહી ધનકુબેર DEO ની પોસ્ટિંગ?
ADVERTISEMENT
રજનીકાંત પ્રવીણ બિહાર રાય શિક્ષણ વિભાગના 45મી બેચના અધિકારી છે. તે 2005થી સેવામાં આવ્યા અને દરભંગા, સમસ્તીપુર સહિત અન્ય જિલ્લાઓમાં શિક્ષા પદાધિકારીઓની પોસ્ટ પર રહ્યા. તેમની અમુક સેવાનો સમય લગભગ 19-20 વર્ષ છે. ત્યારે તેની પત્ની ડો. સુષ્મા કુમારી દરભંગામાં પ્રાઇવેટ સ્કૂલ બિરલા ઓપન માઇન્ડની ફ્રેન્ચાઇઝી ચલાવી રહી છે. એવું કહેવાય છે કે રજનીકાંત પ્રવીણની પત્ની સુષ્મા કુમારી કોન્ટ્રાક્ટ શિક્ષિકા હતી, જેમણે નોકરી છોડી દીધી હતી અને હાલમાં તેઓ દરભંગામાં બિરલા ઓપન માઈન્ડ સ્કૂલના ડિરેક્ટર છે.

ADVERTISEMENT
આવકથી વધારે સંપત્તિ મેળવી
નોંધપાત્ર છે કે આવક કરતાં વધારે સંપત્તિ મેળવવાની ફરિયાદ પર ગુરુવારે સવારે સ્પેશિયલ વિજિલેન્સની ટીમે DEO રજનીકાંત પ્રવીણના કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. વિજીલન્સ ટીમને DEOના આવાસ પર ઘણી રોકડ રકમ મળી છે. આને ગણવા માટે મશીન માંગવી છે.
વધુ વાંચો: EPFOમાં મોટો ફેરફાર, હવે ડોક્યુમેન્ટ વગર પણ અપડેટ થઈ જશે આટલી માહિતી
7 ઠેકાણા પર દરોડા
માહિતી અનુસાર રજનીકાંત પ્રવીણે પોસ્ટનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયા કમાવ્યા છે. દારોળાની આ કાર્યવાહી બેત્તિયા, સમસ્તીપુર, મધુબની, દરભંગા સહિત 7 ઠેકાણા પર ચાલી રહી છે. વિજિલન્સ વિભાગના દરોડામાં બેડની ગાદી નીચે 1.87 કરોડ કેશ, કોથળો ભરીને ઘરેણાં અને પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા છે. આ રેડ હજુ સુધી નથી પૂરી થઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.