ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 7 ફેરા લીધા, ડીજે પર નાચી, વિદાય પહેલાં ભાગી ગઈ દુલ્હન, દુલ્હો બોલ્યો-'જમીન ગીરવે રાખીને કર્યાં લગ્ન'

National / 7 ફેરા લીધા, ડીજે પર નાચી, વિદાય પહેલાં ભાગી ગઈ દુલ્હન, દુલ્હો બોલ્યો-'જમીન ગીરવે રાખીને કર્યાં લગ્ન'

Published By: Nidhi Panchal

Last Updated: 05:08 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના બધા રીવાજો, સાત ફેરા અને ઉજવણી પૂર્ણ…અને પછી અચાનક કન્યા ગાયબ! વધુ ચોંકાવનારી વાત એ કે વરરાજાને કન્યા વિના જ ફરી બારાત લઈ પરત ફરવું પડ્યું…

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ચોંકાવનારી અને અનોખી ઘટના સામે આવી છે. અહીં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થયા પછી કન્યા અચાનક રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. બપોર સુધી ચાલી રહેલી શોધખોળ બાદ પણ જ્યારે પરિવારજનોને દુલ્હનનો કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે અંતમાં વરરાજાએ કન્યા વિના પોતાની લગ્નસરઘસ લઈને પાછા ફરવું પડ્યું. હાલમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે અને બંને પરિવારો વચ્ચે તણાવનું વાતાવરણ છે. વરરાજાના પરિવારે આ મામલે કન્યાના પરિવાર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

Crime-simple

આ લગ્ન બારાબંકીના કોતવાલી વિસ્તારના બાંકી શહેરમાં યોજાયા હતા. ત્રણ મહિના પહેલા બંશીલાલ ગૌતમની પુત્રી પલ્લવીની સગાઈ ઘુંઘાટર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી સુનીલ ગૌતમ સાથે નક્કી થઈ હતી. મંગળવારની રાત્રે ધામધૂમથી બારાત આવી, દ્વારપૂજા વિધિ પૂર્ણ થઈ અને જયમાલા સહિત તમામ પરંપરા મુજબના કાર્યક્રમો યોજાયા. મોડી રાત્રે સાત ફેરા લઈ લગ્ન બંધનમાં જોડાયા હતા. સ્ટેજ પર ડીજે સંગીત કાર્યક્રમ પણ થયો, જ્યાં વરરાજા સુનીલ કુમાર અને કન્યા પલ્લવીએ સાથે નૃત્ય કર્યું હતું.

MARRIAGE

વરરાજાના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે લગ્નને ભવ્ય બનાવવા માટે તેમણે કોઈ કચાશ રાખી નહિ. વરરાજાએ પોતાની ત્રણ એકર જમીન પણ રૂ. 1.60 લાખમાં ગીરવે મૂકી, જેથી દુલ્હન માટે સોનાના ઘરેણાં બનાવડાવી શકાય. લગ્નમાં લગભગ 90 મહેમાનો 11 વાહનોમાં આવી પહોંચ્યા હતા અને લગ્નનો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સન્માન અને વ્યવસ્થા સાથે પૂર્ણ થયો.

vtv app promotion

પરંતુ બુધવારે સવારે જ્યારે વિદાયની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે પરિવારજનોએ ધ્યાન આપ્યું કે દુલ્હન રૂમમાં નથી. પહેલેથી સૌએ ધાર્યું કે તે પરિવાર અથવા સગાઓ સાથે હશે, પરંતુ લાંબી શોધખોળ કર્યા બાદ પણ તે મળ્યા નહિ. બપોર સુધી કન્યાનો કોઈ પત્તો ન લાગતા બંને પરિવારોમાં ગભરાટ ફેલાયો.

આ પણ વાંચો : ડૉકટરની ગંભીર બેદરકારી સામે આવી, બાળકને આંખ પાસે વાગ્યું તો ફેવિક્વિક લગાવ્યું, પછી થઈ જોવા જેવી

તપાસમાં પ્રાથમિક રીતે એવું સામે આવ્યું છે કે પલ્લવી કદાચ પોતાના કથિત પ્રેમી સાથે ભાગી ગઈ હશે. શંકા છે કે તેણે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા પછી રાત્રે તક મેળવી અને પ્લાન મુજબ ભાગી ગઈ. હાલ તો આ મામલે તપાસ ચાલી રહી છે અને પોલીસ કન્યાની શોધમાં લાગી છે. આ ઘટના પછી ગામમાં ચર્ચાનો માહોલ છે—લગ્ન પછી દુલ્હન ગાયબ…મોટા પ્રેમ સંબંધ કે કોઈ પરિવારિક દબાણ? સચોટ સત્ય હજુ બહાર આવ્યું નથી, પરંતુ બંને પરિવારો માટે આ ઘટના માનસિક આઘાત સમાન બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh Wedding Missing Bride Barabanki

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ