ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ડૉકટરની ગંભીર બેદરકારી સામે આવી, બાળકને આંખ પાસે વાગ્યું તો ફેવિક્વિક લગાવ્યું, પછી થઈ જોવા જેવી

લ્યો બોલો / ડૉકટરની ગંભીર બેદરકારી સામે આવી, બાળકને આંખ પાસે વાગ્યું તો ફેવિક્વિક લગાવ્યું, પછી થઈ જોવા જેવી

Published By: Nidhi Panchal

Last Updated: 04:06 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને વાંચીને કોઈ પણ માતા-પિતા ગભરાઈ જાય. અઢી વર્ષના બાળકની આંખની પાસે આવેલા ઘા પર ટાંકા લગાવવાના બદલે ડોક્ટરે ફેવિકોલ લગાવી દીધો હોવાનું પરિવારનો આક્ષેપ છે.

ADVERTISEMENT

મેરઠના જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં આવેલી મેપલ્સ હાઇટ્સ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક અઢી વર્ષના બાળકે આંખ પાસે થયેલી ઈજાની સારવાર દરમ્યાન તબીબી બેદરકારીનો સામનો કરવો પડ્યો. પરિવારનો આરોપ છે કે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકના લોહી વહી રહેલા ઘાને સાફ કરીને ટાંકા લગાવવાના બદલે બજારમાંથી પાંચ રૂપિયાનું ફેવિકોલ મગાવ્યું અને સીધા તે ફેવિકોલ ઘા પર લગાવી દીધું. આ ઘટનાએ પરિવાર સાથે સમાજમાં પણ ચકચાર મચાવી દીધી છે.

Doctor-2

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સરદાર જસ્પિંદર સિંહનો અઢી વર્ષનો પુત્ર મનરાજ એક સાંજે ઘરે રમતી વખતે ટેબલના ખૂણા પર અથડાઈ ગયો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેની આંખની બાજુથી લોહી વહી ગયું. બાળક સતત રડી રહ્યો હોવાથી અને ઘા સંવેદનશીલ સ્થળે હોવાથી પરિવાર તરત જ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં પહોંચી પછી પરિવાર મુજબ ડોક્ટરે કોઈ યોગ્ય ચેકઅપ કર્યા વગર અને કોઈ પ્રાથમિક સારવાર આપ્યા વગર માતા-પિતાને બહારથી ફેવિકોલ લાવવા કહ્યું. પરિવારને લાગ્યું કે કદાચ આ કોઈ તબીબી એડહેસિવ હશે, તેથી તેઓએ એ જ વિશ્વાસમાં ફેવિકોલ લાવી આપ્યું.

Crime-simple

પરંતુ ડોક્ટરે કટને સાફ પણ કર્યા વગર અને ઘાની ગંભીરતા તપાસ્યા વગર સીધું ફેવિકોલ લગાવીને ઇજાને ચોંટાડી દીધી. જસ્પિંદર સિંહ જણાવે છે કે તેમને વારંવાર પૂછવા છતાં ડોક્ટરે કહ્યું કે બાળક ફક્ત ગભરાઈ ગયું છે અને થોડા સમયમાં બધું સારું થઈ જશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે આખી રાત બાળક ભારે દુખાવાથી રડતું રહ્યું અને તેની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો.

vtv app promotion

અગલી સવારે, પરિવાર બાળકને લોકપ્રિયા હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંના ડોકટરોને ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ગયા. ડોકટરોના જણાવ્યા મુજબ, જો ફેવિકોલનો પદાર્થ થોડો પણ આંખમાં ગયો હોત તો બાળકની દ્રષ્ટિને ગંભીર નુકસાન થઈ શકે હતું. ફેવિકોલ દૂર કરવામાં ડોકટરોને લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો અને ત્વચા કે આંખને નુકસાન ન થાય તે બાબતે ખાસ કાળજી લેવામાં આવી. ફેવિકોલ દૂર થયા પછી જણાયું કે ઘા ઊંડો હતો અને તરત જ ચાર ટાંકા લગાવવામાં આવ્યા.

આ પણ વાંચો : પિતા સાંસદ અને માતા ધારાસભ્ય, હવે નીતિશ સરકારમાં કિસ્મત ખુલતા દીકરો બન્યો મંત્રી

ઘટના જાણ થતા મેરઠના સીએમઓ ડૉ. અશોક કટારિયાએ પરિવાર પાસેથી ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે અને સંપૂર્ણ તપાસ માટે સમિતિ રચવામાં આવી છે. તપાસમાં ડોક્ટરની લાયકાત, હોસ્પિટલની સુવિધાઓ અને સારવાર દરમ્યાન થયેલી પ્રક્રિયાનો પણ સમાવેશ કરવામાં આવશે. સીએમઓએ જણાવ્યું છે કે જો બેદરકારી સાબિત થશે તો ડોક્ટર અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

doctor negligence fevicol on wound Meerut

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ