ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / નીતિશ કુમાર પહેલીવાર માત્ર 7 દિવસ માટે બન્યા હતા CM, જાણો 'સુશાસન બાબુ'ક્યારે-ક્યારે બન્યા મુખ્યમંત્રી

રાજનીતિ / નીતિશ કુમાર પહેલીવાર માત્ર 7 દિવસ માટે બન્યા હતા CM, જાણો 'સુશાસન બાબુ'ક્યારે-ક્યારે બન્યા મુખ્યમંત્રી

Published By: Priykant Shrimali

Last Updated: 07:48 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Kumar : નીતીશ કુમારે પહેલી વાર 2000માં સમતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. પરંતુ તેમની સરકાર પાસે પૂરતો બહુમતી આધાર નહોતો જેના કારણે માત્ર સાત દિવસમાં જ સરકાર પડી ગઈ, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Nitish Kumar : બિહારની રાજનીતિમાં બે દાયકાથી વધુ સમયથી એક નામ સતત ચર્ચામાં રહ્યું છે નીતીશ કુમાર. ‘સુશાસન બાબુ’ તરીકે ઓળખાતા નીતિશ ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDA દ્વારા મેળવાયેલી ઐતિહાસિક જીત બાદ તેમને સર્વસંમતિથી રાજ્યના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.

NDAની મોટી જીત

બિહારની કુલ 243 બેઠકોમાંથી NDA ગઠબંધને 202 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી. તેમાં BJPની 89, JDUની 85, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની 19, હિન્દુસ્તાન આવામી મોરચાની પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. NDA ધારાસભ્યોની બેઠકમાં નીતિશ કુમારને ફરીથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા.

જ્યારે નીતિશ પહેલી વાર માત્ર 7 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા

નીતીશ કુમારે પહેલી વાર 2000માં સમતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. પરંતુ તેમની સરકાર પાસે પૂરતો બહુમતી આધાર નહોતો જેના કારણે માત્ર સાત દિવસમાં જ સરકાર પડી ગઈ. આ ઘટના નીતિશ કુમારના રાજકીય જીવનમાં એક અનોખો ટર્નિંગ પોઇન્ટ બની.

2005–2013 : NDA સાથે સુશાસનની શરૂઆત

2005ની ચૂંટણીમાં નીતિશ કુમારે BJP સાથે ગઠબંધન કરીને જેડી(યુ)ને સત્તામાં લાવ્યું. આ જ સમયથી તેમને ‘સુશાસન બાબુ’ તરીકે ઓળખ મળી. પછી 2010ની ચૂંટણીમાં NDAને વધુ મોટો જનાદેશ મળ્યો અને નીતિશ કુમારે બિહારના વિકાસ એજન્ડાને ગતિ આપી.

2013 : BJPથી વિચ્છેદ અને નવા રાજકીય પ્રયોગો

2013માં નરેન્દ્ર મોદીને PM પદનો ઉમેદવાર જાહેર કર્યા પછી, નીતિશે BJP સાથેનો જૂનો નાતો તોડી નાખ્યો. તેના બાદ તેઓ RJD અને કોંગ્રેસના બહારના સમર્થન પર સત્તામાં રહ્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં મોટી હાર બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને સત્તા સોંપી.

2015 : મહાગઠબંધન સાથે વાપસી

2015ની વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશે ફરીથી RJD અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. મહાગઠબંધનને ભવ્ય જીત મળી અને નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.

2017 : ફરી BJP પાસે વળતર

2017માં નીતિશે ફરીથી મહાગઠબંધન છોડીને NDA સાથે જોડાઈ ગયા અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2020ની ચૂંટણીમાં JD(U)ની બેઠકો ઘટીને 43 રહી, પરંતુ NDA તેમને જ રાજ્યના નેતા તરીકે પસંદ કર્યા.

2022–2024 : ગઠબંધનોની આવક-જાવક

2022માં નીતિશે BJPથી અલગ થઈને ફરી મહાગઠબંધનનો સહારો લીધો. પરંતુ 17 મહિના પછી તેઓ ફરી NDAમાં સામેલ થઈ ગયા અને 2024ની શરૂઆતમાં મુખ્યમંત્રી તરીકે ફરી શપથ લીધા.

આ પણ વાંચો : આજે નીતિશ કુમાર 10મી વખત બિહારના CM તરીકે લેશે શપથ, PM મોદી સહિત અનેક નેતાઓ રહેશે હાજર

2025 : ટીકા વચ્ચે ઐતિહાસિક કમબેક

2025ની ચૂંટણી પહેલા ઘણા વિશ્લેષકો નીતિશ કુમારને નબળો પડકાર માની રહ્યા હતા. પ્રશાંત કિશોરે તો આગાહી કરી હતી કે JDU 25 બેઠકો પણ નહીં જીતી શકે. પરંતુ પરિણામો બધાના અંદાજો પર ભારે પડ્યા JDUએ 85 બેઠકો જીતી, જે 2020ની 43 બેઠકોની તુલનામાં લગભગ બમણી છે. આ પરિણામે સાબિત કર્યું કે, બિહારના રાજકારણમાં નીતિશ કુમાર હજુ પણ મહત્વપૂર્ણ અને મજબૂત નેતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitish Kumar Assembly Elections Bihar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ