બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Narendra Modi answered in the Lok Sabha on the Manipur issue in the Parliament, it may still rain in Ahmedabad

2 મિનિટ 12 ખબર / સંસદમાં મણિપુર મુદ્દે નરેન્દ્ર મોદીએ લોકસભામાં આપ્યો જવાબ, અમદાવાદમાં હજુ પણ વરસાદ પડી શકે છે, જુઓ 12 મોટા સમાચાર

Vishal Khamar

Last Updated: 07:27 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : રાજ્યમાં હજુ છુટો છવાયો વરસાદ પડવાની સંભાવનાં છે. તો બીજી તરફ સીંગતેલનાં ભાવમાં વધારો થતા ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા કોર્પોરેટરો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજયમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

બીજી તરફ વરસાદના ચોથા રાઉન્ડ અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 

રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકે બર્યા છે. બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ.30નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. 

CM ભૂપેન્દ્ર પટેલે ગતરોજ  મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દરેક મહિલા ધારાસભ્ચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

રાજ્યની એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની નવી ફી નક્કી કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અગાઉ રાજ્યની 500 ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે 101 જેટલી કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી FRC (ફી રેગ્યુલેટર કમિટી) દ્વારા આ મામલે વિચારણા ચાલી રહી છે. ત્યારે FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરી છે. ફાઈનલ ફીમાં વિલંબ થતાં FRCએ પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે.  FRCએ ટેકનિકલ કોલેજોને 10 ટકા સુધીનો ફી વધારો આપ્યો છે. હાલ પ્રોવિઝનલ ફીના આધારે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે. 

ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે. 'I AM QUIT' સાથે ચિઠ્ઠી લખી યુવક ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે. 

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીને મળવા મહિલા સુરતથી આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કલેક્ટર અને મહિલાનો અંગત પળોનો વીડિયોનું સ્ટિંગ કરાયું હોવાની ચર્ચા હાલ તો જોર પકડ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે વિભાગ અને અન્ય કામોનાં વહીવટીની ભાગ બટાઈને લઈ વિવાદની ચર્ચા ચાલી રહી છે. 

PM મોદીએ સદનમાં કહ્યું કે, "મણિપુરમાં અદાલતનો એક ફેંસલો આવ્યો અને તે બાદ હિંસાનો દોર શરૂ થયો, અનેક લોકોએ સ્વજન ગુમાવ્યા. મહિલાઓ સાથે ગંભીર અપરાધ થયા, દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં સરકાર જે રીતે પ્રયાસ કરી રહી છે, શાંતિનો સૂરજ જરૂર ઊગશે. હું મણિપુરની માતા-બહેનો અને દીકરીઓને કહેવા માંગુ છું કે દેશ અને આ સંસદ તમારી સાથે છે. આપણે બધા મળીને આ પડકારનો સમાધાન કાઢીશું અને મણિપુર ફરી વિકાસની રાહ પર તેજ ગતિથી આગળ વધે તેના માટે કોઈ જ પ્રયાસોમાં કમી રહેશે નહીં."

PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેટલાક મુદાઓ પર વિસ્તારથી વાત કરી. તેમણે કોંગ્રેસનાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની કહેલી વાત પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે," કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરે છે." PM મોદીએ સદનમાં કહ્યું કે, 'માં ભારતી વિશે જે પણ કહેવામાં આવ્યું તેનાથી દરેક ભારતીયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મને ખબર નથી પડતી કે આ થઈ શું ગયું છે. સત્તા વગર કોઈની સ્થિતી આવી થઈ જાય છે કે તે સત્તા સુખ વગર જીવી નથી શકતાં. કેવી ભાષા બોલી રહ્યાં છે. '

કેરળ વિધાનસભામાં હાલમાં સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાની વાત કરવામાં આવી છે. બુધવારે કેરળનાં CM પિનરાઈ વિજયને આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો અને કહ્યું કે મલયાલમમાં રાજ્યનું નામ 'કેરલમ' છે. પ્રસ્તાવ વાંચતાં CM વિજયને કહ્યું કે,'1 નવેમ્બર 1956 નાં ભાષાનાં આધાર પર રાજ્યોનું ગઠન થયું હતું. કેરળનો સ્થાપના દિવસ પણ 1 નવેમ્બર છે. સ્વતંત્રતા આંદોલનનાં સમયથી જ મલયામલ ભાષીઓ માટે સંયુક્ત કેરળ બનાવવાની માંગ થઈ રહી હતી. પરંતુ બંધારણની પહેલી જ લાઈનમાં આપણાં રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું.'

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગો અને ડિઝાઇનનો ખુલાસો કર્યો હતો. એર ઈન્ડિયાએ તેના લોગોના ભાગ રૂપે લાલ, સફેદ અને જાંબલી રંગો યથાવત રાખ્યા છે. નવા લોગોનું નામ 'ધ વિસ્ટા' હશે. એરલાઈને તેની નવી ટેલ ડિઝાઈન અને થીમ સોંગ પણ જાહેર કર્યું. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નવો લોગો ઘણી બધી સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઈવ કાર્યક્રમમાં તેના નવા લોગો પણ જાહેર કર્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ