બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Nail Paint Side Effects: Nail polish can cause cancer

તમારા કામનું / નેલપોલીશના કારણે થઈ શકે છે કેન્સર: તમે પણ નખ પર લગાવતાં હોય તો ખાસ ચેતજો

Pooja Khunti

Last Updated: 01:16 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nail Paint Side Effects: નેલપોલીશમાં હાજર અનેક હાનિકારક રસાયણો કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો નુકસાનકારક છે.

  • નેલપોલીશ લગાવવું નુકસાનકારક 
  • ગર્ભવતી મહિલાઓ માટે પણ નુકસાનકારક 
  • મગજને નુકસાન કરી શકે  

મહિલાઓ તેમના હાથને સુંદર બનાવવાનાં પ્રયત્નો કરતી હોય છે. હાથને સુંદર બનાવવા માટે મોટાભાગની મહિલાઓ વેક્સિંગ અને મેનીક્યોર કરે છે. હાથને સુંદર બનાવવાની સૌથી સામાન્ય રીત નેલપોલીશ લગાવવી છે. છોકરીઓ ઘણીવાર તેમના નખ પર નવી રંગીન નેલપોલીશ લગાવે છે. તે નેઇલ આર્ટ ડિઝાઇન કરીને તેના હાથની સુંદરતામાં વધુ વધારો કરવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો આ સુંદર નેલપોલિશમાં ક્યારેક હાનિકારક રસાયણો હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

નેલપોલીશ લગાવવું નુકસાનકારક છે 
નેલપોલીશમાં ફોર્માલ્ડીહાઈડ, ટોલ્યુએન અને ડીબ્યુટીલ ફેથલેટ જેવા રસાયણો હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. લાંબા સમય સુધી નેલપોલીશનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાની એલર્જી, સોજો અને લાલાશ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. નેલપોલીશ રીમુવર પણ હાનિકારક રસાયણોથી ભરપૂર હોય છે. તેમના ઉપયોગથી ત્વચા શુષ્ક અને ખરબચડી બની શકે છે. ત્વચાની કુદરતી ચીકાશ ગુમાવવાથી ચેપ અને બેક્ટેરિયાનું જોખમ વધી જાય છે.

શ્વાસને લગતી સમસ્યાઓ 
નેલપોલીશમાં રહેલા રસાયણો શ્વસનતંત્રને અસર કરી શકે છે. તેથી નેલપોલીશ લગાવતી વખતે કે દૂર કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. ટ્રાફીનાઇલ ફોસ્ફેટ ફેફસાં માટે હાનિકારક છે. તેનાથી ફેફસામાં સોજો આવે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમા જેવા રોગ પણ થઈ શકે છે.

ગર્ભવતી મહિલાઓ માટે પણ નુકસાનકારક 
ગર્ભવતી મહિલાઓ માટે આ નેલપોલીશનાં રસાયણો વધુ નુકસાનકારક હોય છે કારણ કે તે ગર્ભ સુધી પહોંચી શકે છે અને જન્મજાત ખામીઓનું કારણ પણ બની શકે છે.તેથી નેલપોલીશનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.  કુદરતી ઘટકોથી બનાવેલી નેલપોલીશનો ઉપયોગ કરવો જોઈએ. 

વાંચવા જેવું: એલર્ટ! એસિડિટી બને છે હાર્ટ એટેકનું પહેલું લક્ષણ, આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ

મગજને નુકસાન કરી શકે 
નેલપોલીશમાં રહેલા ફોર્માલ્ડીહાઈડ, ટોલ્યુએન અને ડીબ્યુટીલ ફેથલેટ જેવા રસાયણો શરીરનાં અન્ય ભાગોની જેમ મગજમાં પણ જાય છે. જે મગજનાં કોષોને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે માથામાં દુ:ખાવો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ