બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Alert! Acidity is the first symptom of a heart attack

સ્વાસ્થ્ય / એલર્ટ! એસિડિટી બને છે હાર્ટ એટેકનું પહેલું લક્ષણ, આજથી જ લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ

Pooja Khunti

Last Updated: 01:48 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack: સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હાર્ટ અટેકની પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે. તેનું એક મોટું કારણ જીવનશૈલી છે.

  • તેમના પર કામની ચિંતા હોય છે
  • વધુ પ્રમાણમાં ફાસ્ટ ફૂડ્સનું સેવન કરતાં હોય છે
  • જમ્યા પછી એસિડિટી થવી 

છેલ્લા બે વર્ષથી હાર્ટ અટેકનાં મામલાઓ વધી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે 50 વર્ષની ઉંમર પછી હાર્ટ અટેક આવી શકે છે. પરતું આજે 18-20 વર્ષનાં યુવાનોમાં હાર્ટ અટેકનાં મામલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જીમ જતા અને નિયમિત વ્યાયામ કરતા લોકો પણ હાર્ટ અટેકનાં શિકાર બની રહ્યા છે.   

જીવનશૈલીમાં પરિવર્તન જરૂરી 
જ્યારે 18-20 વર્ષનાં યુવાનોને હાર્ટ અટેક આવે છે ત્યારે મગજમાં એક જ પ્રશ્ન આવે છે કે કયા કારણસર યુવાનોને હાર્ટ અટેક આવતો હશે. જ્યારે તેઓ સ્વસ્થ જીવનશૈલીને અનુસરી રહ્યા હતા. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હાર્ટ અટેકની પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે. તેનું એક મોટું કારણ જીવનશૈલી છે. યુવાનોનાં કામ કરવાના કલાકો વધી ગયા છે. જેના કારણે તેઓ કસરત નથી કરી શકતા. તેઓ એકલા રહેતા હોય છે, જેના કારણે વધુ પ્રમાણમાં ફાસ્ટ ફૂડ્સનું સેવન કરતાં હોય છે. તેમના પર કામની ચિંતા હોય છે. તેનાથી બચવા માટે ધુમ્રપાન અને દારૂનું સેવન કરતા હોય છે. તેની અસર હ્રદયનાં સ્વાસ્થ્ય પર પડે છે. જે લોકોનાં ઘરમાં કોઈ સદસ્યને હાર્ટ અટેક આવેલ હોય તેમને પણ હાર્ટ અટેકનું જોખમ રહે છે. 

હ્રદયનાં સ્વાસ્થ્યને સુધારવા માટે શું કરવું જોઈએ?
દરરોજ નિયમિત રીતે કસરત કરવી જોઈએ. આ સાથે ધ્યાનમાં પણ બેસવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. આ સાથે સમયસર ઊંઘી જવું જોઈએ અને સમયસર ઉઠી જવું જોઈએ. તમારા આહારમાં પ્રોટીનને સામેલ કરો અને કાર્બોહાઈડ્રેટને ઘટાડો. લીલા શાકભાજી, તાજા ફળો અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો. 

વાંચવા જેવું: એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ, રિપોર્ટમાં સામે આવ્યો ડેન્જર આંકડો

હાર્ટ અટેનાં લક્ષણો 

  • જમ્યા પછી એસિડિટી થવી 
  • સીડી ચડવાથી શ્વાસ ફુલવા લાગે
  • જે કામ પહેલા સરળતાથી કરી લેતા હતા, હવે તેને કરવામાં સમસ્યા થવી 
  • અચાનક ગભરામણ થવા લાગે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ