બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Municipal Commissioner on Corona condition in Ahmedabad

કોરોના / અમદાવાદમાં કોરોનાની બગડતી સ્થિતિ અંગે બેઠક બાદ મનપા કમિશનરે નવા નિર્ણયો અંગે જાણો શું કહ્યું

Kiran

Last Updated: 09:31 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વધતા મનપા કમિશનર લોચન સહેરાએ કહ્યું કે માસ્ક અને સોશિય ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાવાશે. તેમજ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાશે

 

  • અમદાવાદ મનપા કમિશનર લોચન સહેરાનુ નિવેદન
  • માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનુ કડક પાલન કરાશે
  • 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે

આજે રાજ્યમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ સામે આવ્યા છે જેને લઈને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે શહેરમાં અને રાજ્યમાં ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં ઉચ્ચઅધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ મનપા કમિશ્નર લોચન સહેરાએ કહ્યું હતું કે માસ્ક અને સોશિય ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાવાશે. તેમજ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાશે. હાલ તો ધનવંતરી રથની સંખ્યા વધારવામાં આવી છે, સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે, તેમજ SOP નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે મહત્વનું છે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે. ત્યારે બાળકોને શાળામાં જ વેક્સિન મળી રહી તેવી વ્યસ્થા પણ કરવામાં આવશે. 

માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનુ કડક પાલન કરાશે

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. જો કે આજે કોરોના કેસ વધતા અમદાવાદ શહેરમાં એક સાથે 10 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ સાથે જ શહેરમાં કુલ 21 જેટલા માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે સેટેલાઈટ, જોધપુર, મકરબા, શિવરંજની, વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના કેસ જાહેર કરવામાં આવ્યા છે. 

સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન

ગઈકાલે ઇસનપુર, આંબલીના અમુક વિસ્તારોના ઘણા લોકોને માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઇસનપુરના 37, આંબલીના 38 લોકો માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવા આવ્યા હતા અને શહેરમાં કુલ 11 માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આજે 10 માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન થયા છે. આ પહેલા ચાંદલોડિયાની આઈસલેન્ડ, દિવ્ય જીવન સોસાયટીમાંને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરવામાં આવી હતી. તો આજે શહેરમાં કેટલાક વિસ્તારો માઈક્રોકન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. 

મોટા શહેરમાં ચિંતાજનક કોરોના કેસનો વધારો

અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે પણ છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ સામે નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનના ભરડામાંથી મુક્ત થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.ઓમિક્રોનના અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે વડોદરામાં કુલ 21 કેસ બહાર આવ્યા છે. અમદાવાદમાં કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને તેમાં પણ પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.નવા મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ પણ કોરોના ઘાતક બન્યો હોઈ ગઇ કાલે તાકીદની બેઠક બોલાવીને અનેક તકેદારીનાં પગલાં જાહેર કર્યાં હતાં. અમદાવાદમાં કોરોનાનો કેસ વધવાથી તંત્રે આજથી વધુ પાંચ ડોમ શરૂ કર્યા છે.  હાલની સ્થિતિએ શહેરમાં નવા 11 ડોમ શરૂ કરવાથી કુલ 42 ટેસ્ટિંગ ડોમ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ